ભાઈંદર ટુ વિરારના ગણેશ દર્શન, જુઓ તસવીરોમાં

26 September, 2012 10:05 AM IST  | 

ભાઈંદર ટુ વિરારના ગણેશ દર્શન, જુઓ તસવીરોમાં


વધુ તસવીરો અપડેટ થતી રહેશે...



ભાઈંદર (ઈસ્ટ), કૃષ્ણ પાર્ક બિલ્ડિંગ, બી-૩૦૩, રાહુલ પાર્ક, જેસલ પાર્ક, હરેશ પાસડ. વર્ષ ૪થું, ૫ાંચ દિવસ, ઊંચાઈ ૩ ફૂટ. વિશેષતા : ગણપતિની કાચી મૂર્તિ પેણથી લાવી એને નિયૉન રંગથી રંગીને બ્લુ રંગના પ્રકાશમાં ચમકે એવી બનાવવામાં આવી હતી. વળી એની ફરતે એવી જ રીતનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું અને રેડિયમ લગાવીને આકાશના તારા દેખાતા હોય એવી ઇફેક્ટ આપવામાં આવી હતી.



ભાઈંદર (વેસ્ટ), મોદી-પટેલ રોડ સાર્વજનિક ગણેશ મંડળ. વર્ષ ૩૭મુંં, ૧૧ દિવસ, ઊંચાઈ ૧૦ ફૂટ. વિશેષતા : આ મંડળે ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિને બિરાજમાન કર્યા છે. અર્ધનારીશ્વર એટલે કે અડધું શંકર ભગવાન અને અડધું પાર્વતી માતાનું રૂપ ગણપતિની પ્રતિમામાં જોવા મળે છે. આ વખતે મંડળ દ્વારા મહિલાઓના મહત્વ વિશે અને સ્ત્રીભ્રૂણહત્યા રોકવા પર સંદેશ આપવામાં આવ્યો છે. દસ મિનિટના શોમાં સમાજના આ ગંભીર મુદ્દાઓ વિશે બતાવવામાં આવ્યું છે. કડક કાયદાઓ બનાવવામાં આવ્યા હોવા છતાંય કેમ હજીયે સ્ત્રીભ્રૂણહત્યા થાય છે તેમ જ દેવીમાતા પણ એક મહિલા છે તો મહિલાઓને આપણે માતાની જેમ પૂજવી જોઈએ એવા સંદેશાઓ મંડળની થીમ દ્વારા આપવામાં આવ્યા છે.



નાલાસોપારા (ઈસ્ટ), એ-૨૦૪, ન્યુ સાંઈ દર્શન, ટાકી-વિરાર રોડ, ગાયત્રી આશર. વર્ષ ૪૪મું,  દોઢ દિવસ, ઊંચાઈ બે ફૂટ. વિશેષતા : પેટ્રોલ અને ડીઝલ મોંઘાં થઈ રહ્યાં છે અને ભવિષ્યમાં લોકોએ સાઇકલ પર પ્રવાસ કરવો પડશે એવો મેસેજ આપવાના પ્રયાસ સાથે આ કચ્છી ભાટિયા પરિવારે સાઇકલ ચલાવતા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી અને બાળસ્વરૂપ હોવાથી અનેક પ્રકારનાં સૉફ્ટ ટૉય્ઝ મૂક્યાં હતાં જેમાં ડોનાલ્ડ ડક, ટેડી બેર, ફ્રૉગ, ટ્વીટી વગેરેનો સમાવેશ હતો. આ પરિવાર વર્ષોથી પ્લાસ્ટર ઑફ પૅરિસની એક મૂર્તિ પૂજામાં રાખે છે એને પણ સાથે મૂકવામાં આવી હતી.



વિરાર (વેસ્ટ), સી-૪૦૩, પુષ્પક પ્રીમિયમ પાર્ક, બોલિન્જ, અગાસી રોડ, માનવ ઠક્કર. વર્ષ ૧૫મું, દોઢ દિવસ, ઊંચાઈ ૨૧ ઇંચ. વિશેષતા : ભગવાન શ્રીનાથજીની મંગળા સ્વરૂપની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને કાળા તથા સૅટિનના કાપડ, લેસ, લાલ માટી અને કાગળનો ઉપયોગ કરીને ગિરિરાજજી બનાવવામાં આવ્યા હતા. બધી જ આઇટમો ઇકો-ફ્રેન્ડ્લી હતી.