ભાઇંદરમાં બાળકીના મૃતદેહનો કેસ સૉલ્વ કરવામાં પોલીસ નિષ્ફળ

10 December, 2012 07:41 AM IST  | 

ભાઇંદરમાં બાળકીના મૃતદેહનો કેસ સૉલ્વ કરવામાં પોલીસ નિષ્ફળ


જે થેલીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો એના પર સૈફી હૉસ્પિટલનું નામ લખેલું હતું એટલે પોલીસે એ હૉસ્પિટલની તેમ જ મીરા-ભાઈંદરની તમામ હૉસ્પિટલોની તપાસ કરી હોવા છતાં કેસ સૉલ્વ કરવા પોલીસને કોઈ કડી મળી નથી રહી.

ભાઈંદર પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ચંદ્રકાત કોળીએ આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્લાસ્ટિકની થેલી પર સૈફી હૉસ્પિટલનું નામ લખ્યું હતું એટલે ત્યાં પણ પોલીસે બધા રેકૉર્ડ ચેક કર્યા હતા. આ ઉપરાંત મીરા-ભાઈંદરની નવથી દસ હૉસ્પિટલની અમે તપાસ કરી છે, પણ કોઈ મુખ્ય પુરાવો નથી મળી રહ્યો. એમ છતાંય અમે ઝડપી ગતિએ આ કેસ સૉલ્વ થાય એ કોશિશ કરી રહ્યા છીએ.’