ભાંડુપને સ્વચ્છ અને સુંદર રાખવા વેપારીઓની મીટિંગનું આયોજન

26 November, 2014 05:03 AM IST  | 

ભાંડુપને સ્વચ્છ અને સુંદર રાખવા વેપારીઓની મીટિંગનું આયોજન




અંકિતા સરીપડિયા

જેમાં ભાંડુપના ૩૦૦થી ૪૦૦ જેટલા વેપારીઓ હાજર રહ્યા હતા. આ મીટિંગમાં સુધરાઈના પર્યાવરણ વિભાગના અસિસ્ટન્ટ એન્જિનિયર અને ભાંડુપ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રતાપ ચવાણ પણ હાજર રહ્યા હતા. પ્રતાપ ચવાણે સામાજિક તત્વો તેમ જ અન્ય કોઈ પ્રકારની સમસ્યા હોય તો વેપારીઓને ડાયરેક્ટ તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતું. મીટિંગમાં થયેલી ચર્ચા વિશે જણાવતાં ભાંડુપ વેપારી સંગઠનના કન્વીનર કીર્તિ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પૂરા ભાંડુપને સ્વચ્છ અને રોગમુક્ત રાખવા વેપારીઓ સુધરાઈના અધિકારીઓ સાથે મળીને કેવી રીતે કામ કરી શકે અથવા મદદરૂપ થઈ શકે એ માટે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાંડુપના વેપારીઓનો સારો પ્રતિસાદ મળ્યો હતો.


સુધરાઈના નવા કાયદા પ્રમાણે વેપારીઓએ પોતાની દુકાનની બહાર એક અને દુકાનની અંદર એક એમ બે ૨૦ લિટરના કચરાના ડબ્બા ફરજિયાત રાખવા એ વિશે ચર્ચા કરવામાં આવી હતી જેથી ગ્રાહકો કે અન્ય કોઈ બહાર કચરો ફેકેં નહીં અને ગંદકી થાય નહીં. મીટિંગમાં હાજર રહેલા સુધરાઈના અધિકારીએ દુકાનમાં કચરાના ડબ્બા રાખવા માટે અઠવાડિયાનો સમય આપ્યો હતો અને જો ત્યાર બાદ કચરાના ડબ્બા દુકાનમાં નહીં હોય તો કાયદેસર કાર્યવાહી કરવાનું અને કચરો આમતેમ પડ્યો હોય તો દંડ ફટકારવાનું પણ જણાવ્યું હતું. એ સિવાય કચરાનો નિકાલ કરવા કરતાં કચરો કેવી રીતે ઓછામાં ઓછો થાય એના પર ધ્યાન આપવામાં આવે એ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. કચરો કઈ રીતે ઓછો થાય? થર્મોકોલની પ્લેટ વાપરવી નહીં, પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવો, ફટાકડા ન ફોડવા જેથી અવાજ પ્રદૂષણ અને કચરા જેવી સમસ્યા પર નિયંત્રણ લાવી શકાય તેમ જ દરેક પ્રાઇવેટ કારમાં કચરો રાખવા માટે એક થેલી રાખી મૂકવા જેવી અનેક ઉકેલ માટેની ચર્ચાવિચારણા થઈ હતી જેથી ભાંડુપને સ્વચ્છ, સુંદર અને રોગમુક્ત બનાવી શકાય.’

મીટિંગમાં હાજર રહેલા ભાંડુપ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રતાપ ચવાણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘વેપારીઓએ દુકાનની બહાર ઘ્ઘ્વ્સ્ કૅમેરા ઇન્સ્ટૉલ કરાવવા, દુકાનમાં કારીગરો અથવા નોકરનાં પ્રૉપર ઓળખપત્રો હોય તો જ તેમને કામ પર રાખવા, વેપારીઓએ જ્વેલરીનો માલ આપતી કે લેતી વખતે ધ્યાન રાખવું, મહિલાઓએ દાગીના પહેરીને રોડ પર ન ચાલતાં ફૂટપાથ પર જ ચાલવું અને શક્ય હોય તો દાગીના પહેરીને રાતના સમયે ઘરની બહાર ન નીકળવા જેવી અનેક સૂચનાઓ પર ધ્યાન આપવું અને સતર્ક રહેવું.’