મુંબઈઃ હાઈકોર્ટના નિર્દેશ છતાં બેસ્ટની હડતાળ આજે પણ ચાલુ રહેશે

12 January, 2019 10:08 AM IST  |  મુંબઈ

મુંબઈઃ હાઈકોર્ટના નિર્દેશ છતાં બેસ્ટની હડતાળ આજે પણ ચાલુ રહેશે

સતત ચોથા દિવસે પણ બેસ્ટની હડતાળ યથાવત્

બેસ્ટના ઇતિહાસમાં સૌથી વધુ સમય ચાલેલી કર્મચારીઓની હડતાળનો ચોથા દિવસની સાંજ સુધી કોઈ ઉકેલ આવ્યો નહોતો. હડતાળને પાછી ખેંચવા માટે ગ્પ્ઘ્ અને રાજ્ય સરકારે બેસ્ટ કર્મચારી સંગઠનને હાઈ ર્કોટમાં પડકારી કરી હતી. રાજ્ય સરકાર અને બેસ્ટ કર્મચારીઓની લડતમાં મુંબઈગરાને હાલાકી વેઠવી પડી રહી છે. રોજ બસમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓનો ધસારો રિક્ષા, ટૅક્સી અને ખાનગી ટ્રાન્સર્પોટ વાહનો પર પડ્યો છે.

બેસ્ટની હડતાળ પાછી ખેંચવી કે નહીં એ વિશે કર્મચારી કૃતિ સમિતિ નર્ણિય લેશે એવી સ્પષ્ટતા હાઈ ર્કોટમાં કરાઈ હતી. તેમ જ હાઈ ર્કોટે તત્કાળ બેઠક લઈને હડતાલનો સકારાત્મક ઉકેલનું નિર્દેશન કર્મચારી સંઘઠનને આપીને આ મુદ્દો સોમવાર સુધી મોકૂફ રાખ્યો હતો. હડતાળ બાબતે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિની આજે સવારે બેઠક યોજાશે. બેસ્ટ કર્મચારીઓની સમસ્યાને ઉકેલવા માટે ત્રણ સભ્યોની સમિતિની નિમણૂક કરવામાં આવી છે જેમાં રાજ્ય મુખ્ય સચિવ, ટ્રાન્સર્પોટ ખાતાના સચિવ અને નગર વિકાસના સચિવનો સમાવેશ છે. એ ઉપરાંત આ બેઠકમાં બીએમસી કમિશનર અને કર્મચારી સંગઠનોના સભ્યને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

બેસ્ટ કર્મચારીઓની હડતાળ ગેરકાયદે હોવાનો દાવો કરતાં ઍડ્વોકેટ દત્તા માનેએ હાઈ ર્કોટમાં જનહિત અરજી કરી હતી. પગારવધારાથી માંડીને ગ્પ્ઘ્ના બજેટ સાથે આવરી લેવા જેવી વિવિધ માગણીઓને લઈને મંગળવારથી બેસ્ટના ૩૨,૦૦૦ કર્મચારીઓ બેમુદત હડતાળ પર ઊતર્યા છે, જેને પગલે મુંબઈગરાઓને હેરાનગતિ થઈ રહી છે ત્યારે બીજી બાજુ બેસ્ટને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. મુંબઈના રસ્તાઓ પર ગત ચાર દિવસથી બેસ્ટની બસ દોડી નથી. આ હડતાળના પગલે વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવે વધારાની સર્વિસ દોડાવી રહી છે. તેમ જ પ્લ્ય્વ્ઘ્ની બસની વ્યવસ્થા પણ આપવામાં આવી રહી છે.

બેસ્ટની હડતાળનો ઇતિહાસ

બેસ્ટ કર્મચારી સંગઠન અધ્યક્ષ શરદ રાવની આગેવાની હેઠળ વર્ષ ૧૯૯૭માં ત્રણ દિવસની હડતાળ કરાઈ હતી. વર્ષ ૨૦૦૭માં તત્કાલીન જનરલ મૅનેજર ખોબ્રાગડેના સમયે ત્રણ દિવસની હડતાળ કરાઈ હતી. જનરલ મૅનેજરે કેટલાય કર્મચારીઓને નોકરી પરથી કાઢી નાખ્યા હતા અને તેમની જગ્યાએ નવા લોકોની ભરતી કરી હતી. એ સમયે પણ શરદ રાવ કર્મચારી સંગઠનના અધ્યક્ષ હતા. વર્ષ ૨૦૧૧માં ત્રણ દિવસની હડતાળ હતી.

વર્ષ ૨૦૧૭માં કર્મચારી સંગઠન અધ્યક્ષ શશાંક રાવની આગેવાની હેઠળ એક દિવસની હડતાળ થઈ હતી.

આ પણ વાંચોઃ મુંબઈ: ત્રીજા દિવસે પણ યથાવત બેસ્ટની હડતાળ

બેસ્ટના કર્મચારીઓની માગણી

બેસ્ટના ‘ક’ બજેટના ગ્પ્ઘ્ના ‘અ’ બજેટમાં વિલીનીકરણ બાબતે મંજૂર કરારને તાકીદે અમલમાં મૂકવો.

વર્ષ ૨૦૦૭થી બેસ્ટ ઉપક્રમમાં ભરતી થયેલા કર્મચારીઓને ૭૩૯૦ રૂપિયાથી શરૂ થતા માસ્ટર ગ્રેડમાં પહેલાંની જેમ વેતન નિãત કરી આપવું.

એપ્રિલ ૧૬થી લાગુ થનારા નવા વેતન કરારમાં તાકીદે બાંધછોડ કરવી.

વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ માટે બીએમસી કર્મચારી મુજબ બેસ્ટના કર્મચારીઓને બોનસ આપવું.

કર્મચારી સેવા નિવાસસ્થાનના પ્રશ્નનો ઉકેલ લાવવો.

અનુકંપા ભરતી વહેલી તકે શરૂ કરવી.

mumbai news