બેસ્ટના વર્કરોની સ્ટ્રાઈક હાલ નહીં થાય

09 November, 2012 05:08 AM IST  | 

બેસ્ટના વર્કરોની સ્ટ્રાઈક હાલ નહીં થાય



સુધરાઈ હેઠળ આવતી બૃહનમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સ્ર્પોટ (બેસ્ટ)ના ૪૫,૦૦૦ કર્મચારીઓને દરેકને ૧૨,૦૦૦ રૂપિયાના બોનસની માગણી બેસ્ટનાં કર્મચારી યુનિયનો દ્વારા કરવામાં આવી હતી અને જો એ માગણી ન સ્વીકારવામાં આવે તો હડતાળ પર જવાનું પગલું લેવાનું નક્કી થયું હતું. જોકે ગઈ કાલે સાંજે આ બાબતે વિવિધ યુનિયનના પ્રતિનિધિઓ અને પ્રશાસન વચ્ચે ચર્ચા થઈ હતી. એ વિશે જણાવતાં શિવસેના પ્રેરિત બેસ્ટ કર્મચારી સેનાના સુહાસ સામંતે કહ્યું હતું કે ‘અમે બોનસના મુદ્દે ચર્ચા કરી હતી જેમાં બેસ્ટના જનરલ મૅનેજર ઓ. પી. ગુપ્તાએ કહ્યું છે કે દરેક કર્મચારીને જો ૧૨,૦૦૦ રૂપિયા બોનસ આપવામાં આવે તો તેને કારણે ૫૪ કરોડ રૂપિયાનું બેસ્ટ પર ભારણ આવે એમ છે. એથી કેટલું બોનસ આપવું અને ક્યારે આપવું એ બાબતનો નિર્ણય અમે આવતા અઠવાડિયે થનારી મીટિંગમાં લઈશું. બોનસ આપવાની તેમણે ખાતરી આપી હોવાથી અને હાલ બેસ્ટ કર્મચારીઓનો ઑક્ટોબર મહિનાનો પગાર આપી દેવામાં આવ્યો હોવાથી સ્ટ્રાઇક પર જવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે.’