બેસ્ટની બસની અડફેટે આવેલા યુવકનું મૃત્યુ

09 December, 2012 07:30 AM IST  | 

બેસ્ટની બસની અડફેટે આવેલા યુવકનું મૃત્યુ


ડોંગરી પોલીસે કહ્યું હતું કે મોબાઇલ ઍક્સેસરીઝની દુકાનમાં કામ કરતો સંજય બુધવારે સવારે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે લગભગ સાડાદસ વાગ્યાની આસપાસ ડોંગરી જંક્શન પાસે બેસ્ટની ૨૦ નંબરની બસને ઓવરટેક કરવા ગયો હતો જેમાં તે બસની અડફેટમાં આવી ગયો હતો અને બેસ્ટની બસનાં પૈડાં નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

બેસ્ટ - BEST= બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ અન્ટરટેકિંગ