બેલગામને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવો

21 December, 2011 08:56 AM IST  | 

બેલગામને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવો

 

ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે રાજભવનમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને મળ્યા હતા તેમ જ આ માટેનો એક પત્ર પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘કર્ણાટકની સરકારે મરાઠીભાષી લોકો વિરુદ્ધ ધિક્કારની લાગણીથી પ્રેરાઈને બેલગામ મ્યુનિસિપલ કૉર્પોરેશનને બરખાસ્ત કરી છે. બેલગામમાં ઇમર્જન્સી જેવી પરિસ્થિતિ પ્રવર્તે છે. કર્ણાટકમાં ભલે કોઈ પણ પાર્ટીની સરકાર હોય, એ મરાઠીભાષી લોકો વિરુદ્ધ જ વર્તન કરે છે.’

શવસેનાએ બેલગામના મામલે રાજ્યવ્યાપી બંધ તથા દિલ્હી સુધી રૅલી કાઢવા જેવા કાર્યક્રમો કરવાની પણ ઘોષણા કરી છે. તાજેતરમાં જ બેલગામના મેયર તથા ડેપ્યુટી મેયરે પહેલી નવેમ્બરે કર્ણાટક સ્થાપના દિનને બ્લૅક ડે ગણાવ્યો હતો તેમ જ જ્ઞાનપીઠ અવૉર્ડથી સન્માનિત વ્યક્તિના માનમાં સમારંભ રાખવાનો ઇનકાર કરતો ઠરાવ સુધરાઈના સભ્યો દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.