કોરોના વાઇરસ ભારતમાંથી ફેલાયો : ચીનનું નવું જૂઠાણું

29 November, 2020 10:43 AM IST  |  Beijing | Agency

કોરોના વાઇરસ ભારતમાંથી ફેલાયો : ચીનનું નવું જૂઠાણું

પ્રતીકાત્મક તસવીર

ચીની વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલો આ દાવો એ તથ્યનું ખંડન કરે છે, જેમાં વર્ષ ૨૦૧૯ના અંતમાં કોરોના વાઇરસ ચાઇનામાંથી ઉદ્ભવી સમગ્ર વિશ્વમાં પ્રસર્યો હતો. જોકે ચીની વૈજ્ઞાનિકોએ કરેલા દાવા સામે વિશ્વના અનેક વૈજ્ઞાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. આ વૈજ્ઞાનિકોએ એવું તારણ રજૂ કર્યું હતું કે વાઇરસનું જ્યાં સૌથી પહેલા નિદાન થયું હતું તે ચીનની ભૌગોલિક સ્થિતિના આધાર પર આ વાઇરસની ઉત્પત્તિ ભારત કે બંગલા દેશમાં થવાની સંભાવના વધુ છે. રિપોર્ટમાં એમ જણાવાયું હતું કે વર્ષ ૨૦૧૯ના ઉનાળાના પ્રારંભમાં વાતાવરણમાં વ્યાપેલી ગરમીને કારણે માનવી અને પ્રાણીઓ વચ્ચે વધેલી ક્રિયા-પ્રતિક્રિયા આ વાઇરસના ઉદ્ગમ પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે.

મે, ૨૦૧૯થી જૂન, ૨૦૧૯ દરમ્યાન ઉત્તર-મધ્ય ભારત અને પાકિસ્તાનમાં નોંધાયેલી બીજી સૌથી લાંબી ગરમીની લહેરને પગલે આ વિસ્તારમાં પાણીની અછત સર્જાઈ હતી. જેના કારણે વાનરો જેવાં જંગલી પ્રાણીઓ વચ્ચે જીવલેણ લડાઈઓ થઈ હતી જેના કારણે માનવ અને પ્રાણીઓ વચ્ચે પરસ્પર ક્રિયા-પ્રતિક્રિયામાં વધારો નોંધાયો હતો.

આના પરથી એવું અનુમાન કરાયું હતું કે પ્રાણીઓથી માનવમાં આ અસામાન્ય ગરમી પ્રસરી હોઈ શકે છે. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે પ્રથમ વાર જાણ થયા પહેલાં જ કોવિડ-19 અનેક દેશોમાં ફેલાઈ ગયો હતો. વૈજ્ઞાનિકોએ આ તમામ બાબતો પરથી તારણ રજૂ કર્યું હતું કે કોવિડ-19નો રોગચાળો ફેલાયો છે અને વુહાન આ મહામારીના પ્રસારનો એક હિસ્સો માત્ર હતો. જોકે આ દાવાને અનેક વૈજ્ઞાનિકોએ બકવાસ ગણાવ્યો છે.

coronavirus covid19 china beijing international news