કોરોનાને કારણે રક્ષાબંધન પહેલાં જથ્થાબંધ વેપારીઓની દુકાન પર પાંખી ઘરાકી

27 July, 2020 02:07 PM IST  |  Mumbai Desk | Gaurav Sarkar and Ashish raje

કોરોનાને કારણે રક્ષાબંધન પહેલાં જથ્થાબંધ વેપારીઓની દુકાન પર પાંખી ઘરાકી

પ્રતીકાત્મક તસવીર

કેલા-બખાર રોડ નજીક આવેલી સાયન-ધારાવી માર્કેટમાં ગઈ કાલે ત્રીજી ઑગસ્ટે પડતા રક્ષાબંધનના તહેવાર માટે સેંકડો લોકો રાખડીની ખરીદી કરી રહ્યા હતા. દાયકાથી અહીં દુકાન લઈને બેઠેલા દુકાનદારોએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં ગ્રાહકો રાખડીની ખરીદી કરવા આવી રહ્યા છે. જોકે મોટા ભાગના રીટેલર્સ છે છતાં, કોવિડ-19ની મહામારીની અસર રાખડીની બજાર પર પણ જોવા મળી રહી છે.
ગીતા આર્ટ રાખી નામની રાખડીનો સ્ટોર ધરાવતા ૫૩ વર્ષના ચંદ્રશેખર ભંડારી પટવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડ-19 પ્રેરિત લૉકડાઉનની ધંધા અને આવક પર ખૂબ માઠી અસર પડી છે. અમે પોતે રાખડીઓ બનાવીને જથ્થાબંધ માર્કેટમાં વેચીએ છીએ.

mumbai mumbai news gaurav sarkar