આવતા અઠવાડિયાના અંતે બૅન્કો છમાંથી પાંચ દિવસ બંધ રહેશે

26 December, 2018 11:52 AM IST  | 

આવતા અઠવાડિયાના અંતે બૅન્કો છમાંથી પાંચ દિવસ બંધ રહેશે

૧ ડિસેમ્બરથી ૨૬ ડિસેમ્બર સુધી બૅન્કો બંધ રહેશે

બૅન્ક પર આધાર રાખનારાઓ માટે એ જાણવું આવશ્યક છે કે આવતા અઠવાડિયે વીક-એન્ડથી લઈને છ દિવસમાં બૅન્કો પાંચ દિવસ માટે બંધ રહેવાની હોવાથી તેમણે બૅન્કનાં જરૂરી કામો ૨૦ તારીખ સુધીમાં પૂરાં કરી લેવાં પડશે. ૨૧ ડિસેમ્બરથી ૨૬ ડિસેમ્બર સુધીના કુલ છ દિવસમાંથી પાંચ દિવસ બૅન્કો બંધ રહેશે.

૨૧ ડિસેમ્બરે કેન્દ્ર સરકારની નીતિના વિરોધમાં બૅન્ક-કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે. ત્યાર બાદનો એટલે કે બાવીસ ડિસેમ્બરનો દિવસ મહિનાનો ચોથો શનિવાર હોવાથી અને ૨૩ ડિસેમ્બર રવિવાર હોવાથી બૅન્કો બંધ રહેશે. ૨૪ ડિસેમ્બરે એક દિવસ બૅન્કો ચાલુ રહ્યા બાદ ૨૫ ડિસેમ્બરે ક્રિસમસની રજા અને ૨૬ ડિસેમ્બરે યુનાઇટેડ ફોરમની હડતાળને કારણે બૅન્કો બંધ રહેશે. આમ છમાંથી પાંચ દિવસ બૅન્કો બંધ રહેાની હોવાથી ૨૦ ડિસેમ્બર સુધીમાં બૅન્કનાં જરૂરી કામો પૂરાં કરવાં આવશ્યક બની રહે છે. ખાસ કરીને આ દિવસોમાં ચેકનાં ક્લિયરિંગ્સ રખડી જાય એવી પૂરી શક્યતા છે.

mumbai news state bank of india