મુંબઈ : હાઉસપાર્ટી એપ કેટલી સૅફ?

02 April, 2020 08:24 AM IST  |  Mumbai | Gaurav Sarkar

મુંબઈ : હાઉસપાર્ટી એપ કેટલી સૅફ?

પ્રતીકાત્મક તસવીર

મિત્રો અને પરિવારોના આંતરિક સંપર્ક માટે વપરાતી વિડિયો-કૉલિંગ ઍપ્લિકેશન ‘હાઉસ પાર્ટી’ શંકાનો વિષય બન્યું છે. ‘હાઉસ પાર્ટી’ ઍપ્લિકેશન જેના ફોનમાં હોય તેના બૅન્ક-અકાઉન્ટમાંથી પૈસા ગુમ થવા ઉપરાંત અન્ય અનેક મહત્ત્વની માહિતીની ચોરીની ફરિયાદો થઈ છે. એ ઉપરાંત એ લોકોના સ્પોટિફાય, ઇન્સ્ટાગ્રામ અને નેટફ્લિક્સના પાસવર્ડ્સ પણ રીસેટ કરવાના પ્રયાસ થયા છે. લોકપ્રિય ઍપ્લિકેશન લોકોમાં એટલું અપ્રિય થઈ ગયું છે કે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ‘ડિલીટહાઉસપાર્ટી’ નામે અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. એ અભિયાનના જવાબમાં હાઉસ પાર્ટી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હાઉસ પાર્ટીનાં તમામ અકાઉન્ટ્સ સુરક્ષિત છે. એમાં કોઈ ચેડાં કે છેડછાડ કરવામાં આવ્યાં નથી. હૅકિંગ દ્વારા કોઈના પાસવર્ડ ચોરાયા નથી. બીજા દિવસે હાઉસ પાર્ટી તરફથી ટ્વિટર પર પોસ્ટ લખવામાં આવી કે જે પ્રકારના આક્ષેપોના સંકેત આપવામાં આવ્યા છે એ આક્ષેપોની અમે તપાસ કરી રહ્યા છીએ. એ અફવા અમને બદનામ કરવા માટે ધંધાદારી હરીફોએ ફેલાવી છે. આ પ્રકારની હરકતોના પુરાવા જે વ્યક્તિ bounty@houseparty.com પર આપશે એ વ્યક્તિને એક મિલ્યન ડૉલરનું ઇનામ આપવાની અમે જાહેરાત કરીએ છીએ.

એક સાથે ૮ જણ સાથે વિડિયો-ચૅટ કરવાની સગવડ આપતી આ ઍપ્લિકેશન આઇઓએસ અને ઍન્ડ્રૉઇડની ટૉપ ટ્રેન્ડિંગ કૅટેગરીમાં સામેલ હતી. ખાસ કરીને ૨૧ દિવસના લૉકડાઉનના દિવસોમાં આ ઍપ્લિકેશનની લોકપ્રિયતા વધી છે. લોકો તેમના ફોન કે લૅપટૉપ પર વર્ચ્યુઅલ હાઉસ પાર્ટી કરવા માંડ્યા છે. લોકો ગેમ્સ પણ રમી શકે છે. ટૂંકમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના દિવસોમાં એ ઍપ્લિકેશન ઘણો આધાર આપતી રહી છે.

કોણ-કોણ કરે છે કેવી ફરિયાદો?

ઈશાન (નામ બદલ્યું છે) નામના મુંબઈવાસીએ હાઉસ પાર્ટી ઍપ માટે વપરાતાં બે રજિસ્ટર્ડ યુઝર આઇડી અને રજિસ્ટર્ડ મોબાઇલ-નંબર બદલવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાની અને ઍમેઝૉનની સિક્યૉરિટી સિસ્ટમ્સમાં ચેડાં કરીને ૯૯,૦૦૦ના પ્લેસ્ટેશન ટાઇટલ્સનો ઑર્ડર આપવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી હતી. ઈશાને એનો અનુભવ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્ટાગ્રામ પર લખ્યો છે.

લોકપ્રિય ટીવી-રિયલિટી શો કન્ટેસ્ટન્ટ અને રેપર કલાકારે હાઉસ પાર્ટી ઍપ વાપરવાનું શરૂ કર્યા પછી તેના બૅન્ક-અકાઉન્ટમાંથી એક વખત ૨૯,૦૦૦ રૂપિયા અને બીજી વખત ૨૨,૦૦૦ રૂપિયા કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી હતી.
જોકે હાઉસ પાર્ટી જેવી ઍપમાં આવા હૅકિંગ કરવાની ક્ષમતા કે ટેક્નિકલ સૉફિસ્ટિકેશન હોવાનું બધા માનતા નથી. અંધેરીમાં રહેતી ૨૮ વર્ષની ફૅશન-સ્ટાઇલિસ્ટ જાનવી ચૌહાણે જણાવ્યું હતું કે ‘હું ટેક્નૉલૉજીની જાણકાર વ્યક્તિ નથી, પરંતુ આટલાબધા લોકોનો વિશ્વાસ સંપાદન કરનારી થર્ડ પાર્ટી ઍપ ગ્રાહકોની અન્ય ઍપ્સ કે અકાઉન્ટ્સ હૅક કરે કે કરી શકે એવું હું માનતી નથી.’

coronavirus mumbai mumbai news gaurav sarkar