ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયો એટલે બંગલાદેશની યુવતી પાસપોર્ટ-વીઝા વગર જળગાવ આવી ગઈ

12 May, 2026 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુવતી સાથે તેને આશ્રય આપવા બદલ પ્રેમીની પણ ધરપકડ

અત્યારે પોલીસે બન્નેની ધરપકડ કરીને મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે

સોશ્યલ મીડિયા પર થયેલા પ્રેમ માટે સરહદ પાર કરીને ભારતમાં લોકોના પ્રવેશવાના કિસ્સામાં વધુ એક ઉમેરો થયો છે. ઇન્સ્ટાગ્રામ પર મળ્યા બાદ પ્રેમમાં પડેલી ૨૦ વર્ષની બંગલાદેશી યુવતી ગેરકાયદે રીતે સરહદ પાર કરીને જળગાવમાં પ્રવેશી હતી. જોકે જળગાવની શનિપેઠ પોલીસે ભારતમાં ગેરકાયદે ઘૂસેલી યુવતીની શોધ કરીને તેની ધરપકડ કરી હતી. તેને આશ્રય આપનાર યુવક સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

જળગાવની શનિપેઠ પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે એક વિદેશી મહિલા જળગાવના જોશીપેઠ વિસ્તારમાં કોઈ પણ પરવાનગી વિના રહે છે. આ માહિતીના આધારે પોલીસે એ શંકાસ્પદ સ્થળે રેઇડ પાડી ત્યારે ૨૦ વર્ષની કોનિકા રાની નામની યુવતી મળી આવી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે તેની પાસે પાસપોર્ટ કે વીઝા નથી.

પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં માહિતી બહાર આવી હતી કે જળગાવમાં સોનાનું કામ કરતા ચિન્મય વાલા અને કોનિકા રાની ઇન્સ્ટાગ્રામ પર મળ્યાં હતાં. આ ઓળખાણ ટૂંક સમયમાં પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. ચિન્મયના પ્રેમ ખાતર અને તેની સાથે લગ્ન કરવા માટે કોનિકા બંગલાદેશની સરહદ પાર કરીને કોઈ પણ કાનૂની પ્રક્રિયા વિના ભારતમાં પ્રવેશી હતી.

અત્યારે પોલીસે બન્નેની ધરપકડ કરીને મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. 

mumbai news mumbai jalgaon Crime News mumbai crime news instagram bangladesh maharashtra news maharashtra