૧૯ વર્ષથી ચાલી રહ્યું છે બાંદરાના ઓપન ઍર થિયેટરનું રિનોવેશન

08 November, 2011 08:19 PM IST  | 

૧૯ વર્ષથી ચાલી રહ્યું છે બાંદરાના ઓપન ઍર થિયેટરનું રિનોવેશન

 

બાંદરા (વેસ્ટ)ના લિન્કિંગ રોડ પરના રાવસાહેબ પટવર્ધન ગાર્ડન પાસે આવેલા આ થિયેટરને અપગ્રેડ કરવા માટેનું યોગ્ય કારણ સુધરાઈએ નથી આપ્યું અને બૉમ્બે હાઈ ર્કોટે રિનોવેશનનું કામ ૩૧ ઑગસ્ટ ૨૦૧૨ સુધીમાં પૂરું કરીને એ પાછું સુધરાઈને સોંપી દેવાનો આદેશ આપ્યો છે. એક એએલએમ (ઍડ્વાન્સ લોકાલિટી મૅનેજમેન્ટ)ના પ્રેસિડન્ટ આફતાબ સિદ્દીકીએ કહ્યું હતું કે ‘આ લોકો શા માટે કામમાં ઢીલ કરી રહ્યા છે એ નથી સમજાતું. એક તરફ તેઓ સુધરાઈને મૂરખ બનાવે છે અને બીજી તરફ લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમોથી વંચિત રાખી રહ્યા છે.’

આ સંદર્ભમાં આફતાબ સિદ્દીકીએ સુધરાઈને પત્રો પણ લખ્યા છે. બીજા અનેક સ્થાનિક કળાપ્રેમીઓએ આ થિયેટરના કાર્યક્રમો મિસ થતા હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. સુધરાઈના ડેવલપમેન્ટ પ્લાન ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ કહ્યું હતું કે ‘કમેન્સમેન્ટ સર્ટિફિકેટ ૧૯૯૩માં જ આપી દેવામાં આવ્યું હતું અને એને છ વાર રિન્યુ કરવામાં આવ્યું હતું. ૧૦૦૦ બેઠકોવાળા આ થિયેટરમાં અત્યારે કામ ચાલી રહ્યું છે. આ થિયેટર ૧૫ દિવસમાં સુધરાઈને સોંપી દેવામાં આવશે.’