બાંદરાની નૅશનલ કૉલેજે પાણીનો બગાડ બચાવીને બીજી કૉલેજોને દૃષ્ટાંત પૂરું પાડ્યું

07 December, 2021 02:19 PM IST  |  Mumbai | Pallavi Smart

એણે સાયન્સ લૅબોરેટરીઝના વેસ્ટ વૉટરની ટ્રીટમેન્ટ કરીને આ રીસાઇકલ કરેલા પાણીનો ફ્લશિંગ અને ગાર્ડનિંગમાં ઉપયોગ કર્યો

બાંદરાની નૅશનલ કૉલેજે પાણી બચાવે છે

મહામારીમાં બાંદરાની આર. ડી. નૅશનલ કૉલેજ પાણીના વપરાશને મામલે ‘સ્વનિર્ભર’ બની છે અને પાણીનો બગાડ શક્ય એટલો ઓછો કરવાના લક્ષ્યાંક સાથે એણે વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરીને દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. કૉલેજ તમામ સાયન્સ લૅબોરેટરીઝના વેસ્ટ વૉટરની ટ્રીટમેન્ટ કરીને આ રીસાઇકલ કરેલાં પાણીનો ફ્લશિંગ માટે, પોતું કરવા અને બગીચાની વનસ્પતિને પાણી પીવડાવવા માટે ઉપયોગ કરે છે.
આ વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનું કામ છ મહિના પહેલાં શરૂ થયું હતું. સાયન્સ લૅબોરેટરીઝમાં વપરાયેલાં પાણીની ટ્રીટમેન્ટ કરીને ગ્રાઉન્ડ ફ્લોર પરની ટેન્કમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે. એ પછી ગ્રાઉન્ડ, ફર્સ્ટ અને સેકન્ડ ફ્લૉરનાં ટૉઇલેટ્સનાં ફ્લશ માટે એ પાણી પહોંચાડાય છે. એ જ ટાંકીનાં પાણીમાંથી કૅમ્પસના ગાર્ડનને પાણી પૂરું પાડવામાં આવે છે.
‘અમે પાણીના એકે-એક ટીપાંનો સંગ્રહ કરવા માગીએ છીએ અને આથી અમે આ પ્રકારનો વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભો કરનારી મુંબઈની પહેલી કૉલેજ બન્યાં છીએ. આ પહેલ સાથે સંસ્થા સાતત્યપૂર્ણતા તરફ કદમ માંડી રહી છે,’ એમ કૉલેજનાં પ્રિસિપાલ ડૉ. નેહા જગતિયાનીએ જણાવ્યું હતું. 
વિજ્ઞાન પ્રવાહના કેટલાક વિદ્યાર્થીઓ પણ આ પ્રોજેક્ટમાં સામેલ થયા હતા અને એમણે સહાધ્યાયીઓમાં કૅમ્પસમાં વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના મહત્ત્વ વિશે જાગ્રતિ ફેલાવી હતી. વધુને વધુ વિદ્યાર્થીઓ ઑફલાઇન વર્ગોમાં હાજર થઈ રહ્યા છે, ત્યારે ટાંકીની ૨૦૦૦ કિલો લીટર ટ્રીટમેન્ટયુક્ત પાણીની ક્ષમતા ઓછી પડી રહી છે. ટૂંક સમયમાં જ અમે વધુ પાણી સમાવવા માટે વધુ એક ટાંકી બનાવીશું, એમ કૉલેજનાં પ્લેસમેન્ટ કો-ઑર્ડિનેટર મનપ્રીત વાધવાએ જણાવ્યું હતું.
જ્યારે આ પ્લાન્ટ બંધાઈ રહ્યો હતો ત્યારે ઑનલાઇન વર્ગો ચાલુ હોવાથી લૅબોરેટરીના કામગીરીના કલાકો ઘણા ઓછા હતા. હવે કૉલેજો પુનઃ શરૂ થવાથી પાણીનો વપરાશ વધ્યો છે. મનપ્રીતે ઉમેર્યું હતું કે ‘આ પ્રોજેક્ટ બીએએસએફ ઇન્ડિયા લિમિટેડ, એક્રિલિક્સ 
(દક્ષિણ એશિયા)ના હેડ હેમંત તામ્બે, અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રયાસ થકી વિસેન ઇન્ડસ્ટ્રીઝના એમડી વિજય નાયર દ્વારા હાથ ધરાયેલી સીએસઆર પહેલ છે.

mumbai mumbai news navi mumbai bandra pallavi smart