બાળ ઠાકરેને આપવામાં આવેલી સિક્યૉરિટી તબક્કાવાર હટશે

21 November, 2012 06:00 AM IST  | 

બાળ ઠાકરેને આપવામાં આવેલી સિક્યૉરિટી તબક્કાવાર હટશે

બાળ ઠાકરેને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવામાં આવી હતી. એમાં બુલેટપ્રૂફ કાર, એક પોલીસ-ઇન્સ્પેક્ટર, બે અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર, બે એસ્ર્કોટ વેહિકલ જેમાં દરેકમાં છ કૉન્સ્ટેબલ તેમ જ તેમના બાંદરાના નિવાસસ્થાન પર દસ કૉન્સ્ટેબલનો સમાવેશ હતો. આ ઉપરાંત પોલીસ તેમના ઘરે સાદા વેશમાં પણ પહેરો ભરતી હતી. શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તેમ જ તેમના પુત્ર આદિત્ય ઠાકરેને પણ સિક્યૉરિટી આપવામાં આવશે.