દેશભરમાં અરાજકતા ફેલાવાનો ભય : બાળ ઠાકરે

19 August, 2012 04:51 AM IST  | 

દેશભરમાં અરાજકતા ફેલાવાનો ભય : બાળ ઠાકરે

ઈશાન ભારતના રહેવાસીઓના પ્રશ્નોનું નિરાકારણ લાવવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઈ છે એમ જણાવી બાળ ઠાકરે વધુમાં લખે છે, ‘ભારતના પાડોશી દેશો ચીન અને મ્યાનમારમાં પણ મુસ્લિમોએ શિસ્તબદ્ધ રહેવું પડે છે, પણ આપણા દેશમાં તેઓ બેરોકટોક ફરી રહ્યા છે ત્યારે મુંબઈમાં બંગલાદેશી ઘૂસણખોરોને ધમાર઼્ધ મુસ્લિમોનું સમર્થન મળે એને શું સમજવું? ઈશાનનાં સાત રાજ્યોની સરહદ બંગલા દેશને અડીને છે. ઘૂસણખોરીને કારણે આ રાજ્યો આપણાથી દૂર થઈ રહ્યાં છે. ઈશાનના લોકોની વતન તરફની દોટ દેશના ભાગલા પડ્યા ત્યારની યાદ અપાવે છે.’