પાકિસ્તાની ટીમ ઇન્ડિયામાં રમે એ દેશ માટે શરમજનક : બાળ ઠાકરે

02 November, 2012 05:20 AM IST  | 

પાકિસ્તાની ટીમ ઇન્ડિયામાં રમે એ દેશ માટે શરમજનક : બાળ ઠાકરે

પાકિસ્તાની ટીમ દિલ્હી, કલકત્તા, ચેન્નઈ અને બૅન્ગલોરમાં રમવાની છે. એ દરેક જગ્યાએ આ પહેલાં પાકિસ્તાની ટેરરિસ્ટો હુમલા કરી ચૂક્યા છે. એ ખેલાડીઓ મહારાષ્ટ્રની ભૂમિને નથી અડવાના, પણ એમ છતાં તેઓ દેશનાં ઉપરોક્ત શહરોમાં રમશે એ દેશ માટે શરમની બાબત છે.’

તેમણે ક્રિકેટ બોર્ડને પણ ખખડાવતાં કહ્યું હતું કે ‘આ તો રૂપિયા માટે દેશ સાથે ગદ્દારી કરી કહેવાય અને આપણા ક્રિકેટરો પણ એમાં સામેલ છે.’

૨૦૦૮માં ૨૬ નવેમ્બરે થયેલા મુંબઈ પરના આતંકવાદી હુમલા અને સંસદ પર કરવામાં આવેલા હુમલામાં પાકિસ્તાનની સંડોવણીને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે ‘પાકિસ્તાની ક્રિકટરો સાથે રમવું એ આપણા દેશના શહીદ જવાનોનું અપમાન છે.’

આ બાબતે તેમણે કેન્દ્રના ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેને પણ વખોડ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘સુશીલકુમાર શિંદેએ તેમને ટૂર માટે મંજૂરી આપી તેમની સેવા કરી છે. માત્ર કપિલ દેવ અને સુનીલ ગાવસકરે જ પાકિસ્તાની ટીમની આ ટૂરનો વિરોધ કર્યો છે. ’

એમએનએસએ પહેલાં જ ઘોષણા કરી હતી

શિવસૈનિક રહી ચૂકેલા અને હવે એમએનએસમાં નેતા શિશિર શિંદેએ કહ્યું હતું કે ‘રાજ ઠાકરેએ આ પહેલાં જ જાહેર કર્યું હતું કે તેઓ પાકિસ્તાની ક્રિકેટરોને મહારાષ્ટ્રમાં રમવા નહીં દે.’

૧૯૯૧માં પાકિસ્તાની ટીમ વાનખેડેમાં મૅચ ન રમી શકે એ માટે શિશિર શિંદેએ અન્ય શિવસૈનિકો સાથે મળી વાનખેડેની પિચને નુકસાન પહોંચાડ્યું હતું.

એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના