રાઉતે મહારાષ્ટ્રમાં BJPના ઉત્થાનમાં 'બાળા સાહેબ'ને આપી ક્રેડિટ,કહ્યું આ

24 January, 2021 01:20 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રાઉતે મહારાષ્ટ્રમાં BJPના ઉત્થાનમાં 'બાળા સાહેબ'ને આપી ક્રેડિટ,કહ્યું આ

સંજય રાઉત (તસવીર સૌજન્ય મિડ-ડે)

શિવસેના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપના રાજનૈતિક ઉત્થાનનો શ્રેય દિવંગત બાળ ઠાકરે અને તેમની પાર્ટી (શિવસેના)ને જાય છે. મધ્ય મુંબઇના શિવાજી પાર્કમાં બાળ ઠાકરેના સ્મારક પર શિવસેનાના સંસ્થાપકની 95મી જયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપ્યા પછી રાઉતે પત્રકારોને કહ્યું કે જો ભાજપ સાથે તેમની પાર્ટી શિવસેના ગઠબંધન ન કરે, તો આ પાર્ટી (ભાજપ) મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં પોતાનો આધાર બનાવી શકી ન હોત. રાઉતે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું, "આજે ભાજપના ઉત્થાનનો શ્રેય બાળા સાહેબને જાય છે. જો શિવસેના દેશ અને મહારાષ્ટ્રના હિતમાં એક અલગ રાજનૈતિક વલણ અપનાવે છે, તે એનો અર્થ એ નથી કે તેમની પાર્ટી (બાળા સાહેબ ઠાકરેની) વિચારધારાથી ભટકી ગઇ છે."

તેમણે કહ્યું કે, "દરેક પાર્ટીને તેના વિશેષ રાજ્ય, દેશ અને તેમના લોકોના હિતમાં એક રાજનૈતિક વલણ અપનાવવાની જરૂર છે અને શિવસેનાએ એવું જ કર્યું છે." શિવસેનાના મુખ્ય પ્રવક્તા રાઉતે કહ્યું કે શિવસેના અને મહાવિકાસ આધાડી (MVA) રાજ્યમાં જે રીતે કામ કરે છે તેનાથી બાળા સાહેબ ઠાકરે ખુશ થયા હોત." રાઉતે કહ્યું કે બાળ ઠાકરેની 'વિચારધારા' એ હતી કે બધા દળોએ રાજકારણથી પરે રાજ્યના હિત વિશે એક સાથે આવવું જોઇએ

mumbai mumbai news sanjay raut bal thackeray bharatiya janata party