હિન્દુઓએ જવું તો ક્યાં જવું? : બાળ ઠાકરે

18 August, 2012 04:30 AM IST  | 

હિન્દુઓએ જવું તો ક્યાં જવું? : બાળ ઠાકરે

બાળ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં એવો સંતાપ વ્યકત કરતાં અને પાકિસ્તાન, મુસલમાનો અને કેન્દ્ર સરકારને આડે હાથ લેતાં લખ્યું હતું કે ‘ભારતના આસામી નાગરિકોને બંગલાદેશી ઘૂસણખોર મુસલમાનો ધમકી આપે છે, તેમની હત્યા કરે છે અને તેમના આતંક વચ્ચે આપણા નાગરિકો આસામમાં રહે છે અને કૉન્ગ્રેસી કેન્દ્ર સરકાર ચૂપચાપ તમાશો જોઈ રહી છે. પાકિસ્તાનમાં હિન્દુઓની દિનદહાડે કતલ કરવામાં આવે છે, હિન્દુ છોકરીઓને વટલાવવામાં આવે છે, તેમના પર બળાત્કાર કરવામાં આવે છે. હિન્દુઓ પર પાકિસ્તાનમાં થઈ રહેલા અત્યાચાર સામે કોઈ અવાજ નથી ઉઠાવતું. કોઈ બિનસરકારી સંસ્થા આગળ નથી આવતી. યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થા પણ ચૂપચાપ તમાશો જોઈ રહી છે. બદકિસ્મતીથી હિન્દુસ્તાનમાં પણ તમામ લોકો પોતાનાં મોઢાં સીવીને બેઠા છે. પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દુ નાગરિકોને આશ્રય કે દિલાસો આપવાને બદલે વિદેશમંત્રી એસ. એમ. ક્રિષ્ના પોતાના વાળ સીધા કરવામાંથી ઉપર નથી આવતા.’