શાંતિ જાળવવા કમિશનરથી માંડીને કૉન્સ્ટેબલે કમર કસી

19 November, 2012 06:43 AM IST  | 

શાંતિ જાળવવા કમિશનરથી માંડીને કૉન્સ્ટેબલે કમર કસી

એક તરફ લાખોની સંખ્યામાં બાળ ઠાકરેના સમર્થકો હતા, તો બીજી તરફ માત્ર ૨૦,૦૦૦ પોલીસો. છતાં કોઈ હિંસક ઘટના ન નોંધાઈ. શિવસૈનિકોએ પણ શાંતિ જાળવીને તેમના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી. મુંબઈ પોલીસ માટે પરિસ્થિતિ ભારે પડકારજનક હતી. છેલ્લા કેટલાક દિવસોથી કમિશનરથી માંડીને કૉન્સ્ટેબલ સુધીના તમામે શાંતિ જળવાય એ માટે બનતા તમામ પ્રયત્નો કર્યા હતા.

ટોળાં કરતાં ઘણી ઓછી સંખ્યામાં હોવા છતાં મુંબઈ પોલીસે શહેરમાં આવેલા લોકોને શાંતિથી અંકુશમાં રાખ્યા હતા. મુંબઈ પોલીસના અધિકારીઓના મતે ગઈ કાલે કલાનગર તથા શિવાજી પાર્કમાં તેમના પ્રિય નેતાની અંતિમક્રિયામાં ભાગ લેવા અંદાજે પાંચ લાખ લોકો આવ્યા હતા. જોકે બિનસત્તાવાર રીતે આ આંકડો ૧૫થી ૨૦ લાખ હતો. આટલી મોટી સંખ્યામાં શહેરમાં પ્રવેશેલા ટોળાને નિયંત્રણમાં રાખવા માટે માત્ર ૨૦,૦૦૦ પોલીસો હાજર હતા.   

- તસવીર : નિમેશ દવે