બદલાપુર અને અંબરનાથ સ્ટેશનની નવા વર્ષમાં થશે સંપૂર્ણ કાયાપલટ

05 December, 2020 09:31 AM IST  |  Mumbai | Rajendra B. Aklekar

બદલાપુર અને અંબરનાથ સ્ટેશનની નવા વર્ષમાં થશે સંપૂર્ણ કાયાપલટ

બદલાપુર અને અંબરનાથ સ્ટેશનની નવા વર્ષમાં થશે સંપૂર્ણ કાયાપલટ

સેન્ટ્રલ રેલવે દ્વારા ઓળખ કરાયેલા બદલાપુર અને અંબરનાથ સ્ટેશનોના હોમ પ્લૅટફૉર્મ, ફુટ ઓવરબ્રિજ વગેરેની મહત્ત્વની કામગીરી અંગે બે વર્ષ અગાઉ ‘મિડ-ડે’એ શ્રેણીબંધ સ્ટેશન ઓડિટ હાથ ધર્યું હતું, તેને પગલે હવે તે પૂર્ણાહુતિના આખરી તબક્કામાં છે અને તે ૨૦૨૧માં જનતા માટે ખુલ્લું મુકાય તેવી શક્યતા છે.
બન્ને સ્ટેશનોએ પશ્ચિમ તરફ નવું પ્લૅટફૉર્મ બાંધવાની યોજના હતી જેથી હાલનાં પ્લૅટફૉર્મ્સ કુર્લા અને પરેલની માફક ડબલ-ડિસ્ચાર્જ પ્લૅટફૉર્મ બની રહે. આમ કરવાથી હાલના પ્લૅટફૉર્મ પરનું ભારણ ઘટશે. આ ઉપરાંત નવા પ્લૅટફૉર્મમાં બ્રિજ લૅન્ડિંગ પણ હશે.
સ્થાનિક સંસદસભ્ય ડૉ. શ્રીકાંત શિન્દેએ જણાવ્યું હતું કે અંબરનાથ સ્ટેશનના હોમ પ્લૅટફૉર્મ (બહારના માર્ગ તરફ ખૂલતું પ્લૅટફૉર્મ) પૂર્ણાહુતિના અંતિમ તબક્કામાં છે. મેં રેલવે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર અંબરનાથ ખાતે હોમ પ્લૅટફૉર્મનું કાર્ય જાન્યુઆરી, ૨૦૨૧ સુધીમાં કોપર ખાતેનું કાર્ય માર્ચ, ૨૦૨૧ સુધીમાં પૂર્ણ થશે.
બદલાપુર સ્ટેશન પરના કામમાં સમય લાગી શકે છે, પણ ૨૦૨૧ સુધીમાં તે પૂરું થઈ જશે. બે વર્ષ અગાઉ ‘મિડ-ડે’એ સ્ટેશન ઓડિટ હાથ ધર્યું હતું, તે દરમ્યાન પ્લૅટફૉર્મ પર વૉટર કિઓસ્ક સહિતની ઘણી બિનજરૂરી જગ્યાઓને કારણે પ્લૅટફૉર્મ સાંકડું બની ગયું હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટેશનના દક્ષિણ છેડે પ્લૅટફૉર્મ્સ પર કવર નહોતાં, પરિણામે લોકો ફુટબ્રિજની સીડીની નીચે બેસતા હતા. સ્ટેશનના ઉત્તર છેડે બ્રિજ જ નહોતો.
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું કે લૉકડાઉન દરમ્યાન કાર્યો ઝડપથી પાર પડાયાં હતાં. અન્યથા તેના કારણે ઘણા ટ્રાફિક બ્લૉક થયા હોત અને કેટલીક ટ્રેનો તેના નિયત સમય અનુસાર ચાલી શકી ન હોત.

ambernath badlapur mumbai mumbai news rajendra aklekar