ઇન્દુ મિલની જગ્યા પર બાબાસાહેબના સ્મારકને મંજૂરી

06 December, 2012 05:25 AM IST  | 

ઇન્દુ મિલની જગ્યા પર બાબાસાહેબના સ્મારકને મંજૂરી




તેમણે જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે આ જમીન સ્મારક બનાવવા મહારાષ્ટ્ર સરકારને આપવાનું નક્કી કયુંર્ છે. સરકાર આ નિર્ણય ને લઈ હસ્તાંતરણની પ્રોસસ શરૂ કરવા માગે છે જે માટે હું પ્રસ્તાવ મૂકી રહ્યો છું અને મને એ માટે આપ સૌની સંમતિ જોઈશે.’

નૅશનલ ટેક્સટાઇલ કૉપોર્રેશન હેઠળ આવતી આ ઇન્દુ મિલની બાજુમાં જ આવેલી ચૈત્યભૂમિમાં બાબાસાહેબ આંબેડકરનાં અસ્થિ સાચવવામાં આવ્યાં છે. આનંદ શર્માએ વધુમાં કહ્યું હતું કે ‘ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દેશના એક મહાન નેતા હતા અને તેમણે દેશનું બંધારણ ઘડવામાં ભજવેલી ભૂમિકાને લઈ દેશ તેમને સદાય યાદ કરશે.’

ઇન્દુ મિલની જગ્યામાં બાબાસાહેબ આંબેડકરનું સ્મારક ઊભું કરવા એ જમીન મળવી જોઈએ એવી માગણી દલિતો લાંબા સમયથી કરી રહ્યા હતા. વિવિધ દલિત પાર્ટીઓ દ્વારા એના માટે ૬ ડિસેમ્બરની એટલે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ સુધીની સમયમર્યાદા આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે જો એ માટે કેન્દ્ર સરકાર પરવાનગી નહીં આપે તો તેઓ જબરદસ્તી એ જગ્યાનો કબજો લઈ ત્યાં સ્મારક બનાવશે.  

રાજ્યના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ મંગળવારે આ બાબતે સંસદસભ્યોના એક પ્રતિનિધિમંડળ સાથે વડા પ્રધાન મનમોહન સિંહને મળવા ગયા હતા અને રજૂઆત કરી હતી.