આયેશા શ્રોફે ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર સાહિલ ખાન સામે વધુ એક ફરિયાદ કરી

18 November, 2014 05:19 AM IST  | 

આયેશા શ્રોફે ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર સાહિલ ખાન સામે વધુ એક ફરિયાદ કરી



ઍક્ટર જૅકી શ્રોફની પત્ની આયેશા શ્રોફે તેના એક્સ બિઝનેસ પાર્ટનર અને અભિનેતા સાહિલ ખાન અને તેની બહેન સામે  ૪.૮૮ કરોડ રૂપિયાની ચીટિંગ કરવાનો આરોપ મૂકી તેમના વિરુદ્ધ બાંદરા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પણ ત્યાર બાદ તેણે વધુ એક ફરિયાદ સાહિલ વિરુદ્ધ નોંધાવી છે. વાસ્તવમાં આયેશાને કોર્ટની બહાર સેટલમેન્ટ નહીં કરે તો તેના આખા પરિવારને કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો એક મેસેજ અજાણ્યા નંબરથી આવ્યો હતો. આ મેસેજ મોકલવા પાછળ સાહિલ હોઈ શકે છે એવો સંદેહ હોવાથી આયેશાએ સાહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આયેશાના વકીલ રિઝવાનના જણાવ્યા પ્રમાણે સાહિલ અને તેની બહેનને વચગાળાના જામીન મળી ગયા છે અને સાહિલ મારા અસીલ સાથે ગેરવ્યવહાર પણ કરે છે. ગઈ કાલે મારા અસીલને જ્યારે આ મેસેજ મળ્યો એ સમયે તેમને પણ આર્ય થયું હતું, જેના માટે બાંદરા પોલીસ-સ્ટેશનમાં નવી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે સામા પક્ષે સાહિલ પોતે આવો કોઈ મેસેજ મોકલ્યો હોવાની વાતને રદિયો આપે છે.