રિક્ષાડ્રાઇવરોનું ‘ગૅસ નહીં હૈ’નું બહાનું હવે નહીં ચાલે

31 October, 2011 04:27 PM IST  | 

રિક્ષાડ્રાઇવરોનું ‘ગૅસ નહીં હૈ’નું બહાનું હવે નહીં ચાલે



ખૂબ જ આસાન છે આ કામ રિક્ષાનું ગૅસ-મીટર ચેક કરવું ખૂબ જ આસાન કામ છે. જે રીતે તમે તમારી બાઇક અથવા કારમાં પેટ્રોલ છે કે નહીં એ ચેક કરો છો એ જ રીતે આ મીટર પણ કામ કરે છે. આ રીતે ચેક કરવાથી ખોટું બોલનાર રિક્ષાચાલકને પકડી શકાય છે.

કઈ રીતે ચેક કરશો ગૅસ-મીટર

સામાન્ય રીતે આ ગૅસ-મીટર રિક્ષામાં પૅસેન્જર સીટની જમણી બાજુ ફિટ કરેલું હોય છે. જો મીટરનો એરો ગ્રીન સાઇડ પર હોય તો સમજવું કે રિક્ષામાં પૂરતો ગૅસ છે. જો રિક્ષાડ્રાઇવર ખોટું બોલી રહ્યો હશે તો તે ગુનો કરી રહ્યો છે. જો એરો યલો સાઇડ પર હશે તો સમજવું કે રિક્ષા રિઝવ્ર્ડમાં ચાલી રહી છે, તાત્કાલિક ગૅસ ભરવા જવું જોઈએ. જો એરો રેડ પર હોય તો સમજવું કે ગૅસ ખતમ થઈ ગયો છે.