આજે રિક્ષાડ્રાઇવરોની હડતાળ

03 September, 2012 05:02 AM IST  | 

આજે રિક્ષાડ્રાઇવરોની હડતાળ

આ ધરણાં પોલીસના વર્તન, રિક્ષાચાલક સાથે ટ્રાફિક-પોલીસનું વર્તન, આરટીઓમાં ચાલતો ભ્રષ્ટાચાર તથા કર્મચારીઓની અછતને કારણે કામમાં થતા વિલંબની સામે છે જે બપોરે ચાર વાગ્યા સુધી ચાલશે. મુંબઈ ઑટોરિક્ષામેન યુનિયનના પ્રમુખ શરદ રાવે કહ્યું હતું કે ‘ઈસ્ટર્ન સબબ્ર્સના અમારા રિક્ષાડ્રાઇવરોને પણ વેસ્ટર્ન સબબ્ર્સ ન આવવા જણાવ્યું છે. સવારે દસ વાગ્યે મલાડ (વેસ્ટ)માં આવેલા ઇનઑર્બિટ મૉલ નજીક અંદાજે ૭૦૦૦ ડ્રાઇવરો તથા કેટલીક રિક્ષાઓ દ્વારા મોરચો કાઢી વનરાઈ પોલીસ-સ્ટેશન થઈ અંધેરી આરટીઓમાં એક વાગ્યે પહોંચશે.’

નામ ન જણાવાની શરતે સિનિયર આરટીઓના અધિકારીઓએ કહ્યું હતું કે રિક્ષાડ્રાઇવરો વિરુદ્ધ ફરિયાદ માટે લોકો હેલ્પલાઇન નંબર ૧૮૦૦૨ ૨૦૧૧૦ પર ફોન કરી શકે છે અથવા આરટીઓમાં ફરિયાદ નોંધાવી શકે છે.