ઑટો ગૅરેજને લીધે થતો ત્રાસ

05 October, 2012 08:08 AM IST  | 

ઑટો ગૅરેજને લીધે થતો ત્રાસ



સાંતાક્રુઝ-વેસ્ટમાં મિલન સબવે રોડના જંક્શન પર આવેલા ટ્રાફિક સિગ્ન્ાલ પાસેથી શાસ્ત્રીનગર તરફ જતાં રસ્તા પર ઑટો ગૅરેજ બનાવવામાં આવ્યું છે જેનાથી સ્થાનિક રહેવાસીઓ, રાહદારીઓ અને નજીકમાં આવેલી સ્કૂલના વિદ્યાર્થીઓને ખૂબ ત્રાસ થઈ રહ્યો છે.

આ બાબતે ફરિયાદ કરતાં સાંતાક્રુઝ-વેસ્ટમાં શાસ્ત્રીનગરમાં આવેલી ધીરજ રેસિડન્સીમાં રહેતા પરેશ મકવાણાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં ગેરકાયદે ઑટો ગૅરેજ ચલાવવામાં આવે છે એટલે રસ્તા પર ચાલતા રાહદારીઓ તેમ જ સ્થાનિક લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. આ જ રસ્તાના કૉર્નર પર આવેલા રિઝવી પાર્કના કમ્પાઉન્ડમાં ઘણાં નાનાં-મોટાં ગૅરેજ આવેલાં છે. એમાં રિક્ષા, ટૅક્સીઓ તેમ જ પ્રાઇવેટ ગાડીઓ અને

ટૂ-વ્હીલરના રિપેરિંગનું કામ જોરશોરથી કરવામાં આવે છે. ઑટો ગૅરેજને કારણે રોડ પર ઑઇલ તથા ગ્રીસની ગંદકી પણ થાય છે. રેસિડેન્શિયલ એરિયામાં કાયદા પ્રમાણે વેલ્ડિંગ, વાર્નિશિંગ, પૉલિશિંગ, બફિંગ, વૅક્સિંગ જેવા કોઈ પણ પ્રકારના ઑટો રિપેરિંગનું કામ કરવાની સખત મનાઈ છે. પેટ્રોલ અને સીએનજી જેવું જોખમી ફ્યુઅલ ધરાવતાં વાહનોનું રસ્તા પર થતું કામ કોઈ મોટી હોનારતને આમંત્રણ આપી શકે છે. દિવસ-રાત કોઈ પણ સમયે અહીંથી પસાર થતાં ૬૦થી ૭૦ જેટલાં વાહનો રિપેરિંગ માટે રોડની બન્ને બાજુએ પાર્ક કરેલાં જોવા મળે છે.’

ઑટો ગૅરેજની બાજુમાં આવેલા રાજેશ સ્ર્ટોસના માલિક ભંવર ચૌધરીએ આ વિશે વધુ જાણકારી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રિઝવી પાર્કની બાજુમાં શકુંતલા શેટuે નામની અંગ્રેજી સ્કૂલ આવેલી છે. એ ઉપરાંત પ્રાઇવેટ ટ્યુશન ક્લાસિસોને કારણ સ્કૂલના સમય દરમ્યાન સવારથી સાંજ સુધી ઘણાંબધાં બાળકોની અવરજવર થાય છે. એ સિવાય અહીં સાંતાક્રુઝ બસડેપો આવ્યો હોવાથી બસોની પણ આવ-જા થાય છે. અહીં સાને ગુરુજી આરોગ્ય મંદિર છે. તહેવારો શરૂ થયા હોવાથી ભક્તો પણ વધુ સંખ્યામાં આવે છે. આ જ રોડ પર ધીરજ હેરિટેજ નામની કમર્શિયલ ઇમારત આવેલી હોવાથી વ્યક્તિગત કામથી રોજના હજારો મુલાકાતીઓની અવરજવર થાય છે અને એનાથી ટ્રાફિક થઈ જાય છે. જંક્શન અને રોડ-ક્રૉસિંગ પર આડેધડ બાસક ચલાવતા બાઇકરોને કારણે બાળકો અને સિનિયર સિટિઝનોને પણ પોતાનો જીવ હથેળીમાં લઈને ચાલવું પડે છે. આમ આ રસ્તા પર પબ્લિકની અવરજવર વધુ હોવાને કારણે લોકો માટે ગૅરેજ જોખમી નીવડી શકે છે. આ બધી મુશ્કેલી થવાને કારણે અમે કંટાળી ગયા છે.’

બાલાજી ઑટો ગેરેજના માલિક વિજયભાઈએ પોતાને આ બધી વાતની જાણ ન હોવાની વાત કરતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મને ખબર નથી કે મારા આ કામને લીધે લોકોને તકલીફ થઈ રહી છે. જો મને ખબર હોત તો હું મારું ગૅરેજ શિફ્ટ કરી નાખત. મને ખબર છે કે એ ગલીમાં કાદવ-કીચડ થાય છે અને આખો દિવસ ત્યાં વાહનોની અવરજવર રહેતી હોય છે, પણ મારું ગૅરેજ ગેરકાયદે નથી. અહીં બધાં આવાં જ કામ કરે છે. મને કોઈએ કોઈ દિવસ ફરિયાદ કરી નથી.

સીએનજી = કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ