મીટરમાં નવાં ભાડાં પ્રમાણે ફેરફાર નહીં થાય તો જૂનાં ભાડાં પ્રમાણે થશે ચુકવણી

18 October, 2012 04:58 AM IST  | 

મીટરમાં નવાં ભાડાં પ્રમાણે ફેરફાર નહીં થાય તો જૂનાં ભાડાં પ્રમાણે થશે ચુકવણી


અત્યારે રિક્ષા તેમ જ ટૅક્સીડ્રાઇવરો દાદાગીરી કરીને મીટરના ભાડા કરતાં ચારથી પાંચ રૂપિયા વધુ મુસાફરો પાસેથી વસૂલ કરે છે.

બાંદરા, કુર્લા, મુલુંડ અને થાણે જેવાં સ્થળોએ રિક્ષાવાળાઓની દાદાગીરીએ માઝા મૂકી છે. ૨૬ નવેમ્બરથી રિક્ષા તથા ટૅક્સીમાં નવા ભાડાપત્રક પ્રમાણે ફેરફાર ન કર્યો હોય એવા ડ્રાઇવરો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.