૨૪ નવેમ્બર સુધી મેકૅનિકલ મીટરવાળી રિક્ષા કે ટૅક્સીમાં પ્રવાસ કરવાનું ટાળજો

29 October, 2012 05:34 AM IST  | 

૨૪ નવેમ્બર સુધી મેકૅનિકલ મીટરવાળી રિક્ષા કે ટૅક્સીમાં પ્રવાસ કરવાનું ટાળજો

૧૧ ઑક્ટોબરથી રિક્ષા અને ટૅક્સીનાં ભાડાં વધી ગયાં છે. હવે શરૂઆતના દોઢ કિલોમીટરના અંતર માટે ટૅક્સીભાડું ૧૯ રૂપિયા અને રિક્ષાભાડું ૧૫ રૂપિયા કરવામાં આવ્યું છે એટલે ટૅક્સી અને રિક્ષાના મેકૅનિકલ મીટરોમાં રીકૅલિબ્રેટ કરવા માટે ૨૪ નવેમ્બર સુધીનો સમય ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આપ્યો છે. ઘણી ટૅક્સી-રિક્ષાના ડ્રાઇવરોએ મેકૅનિકલ મીટર રિપેર નથી કયાર઼્. ઘણા ડ્રાઇવરોએ ફરિયાદ કરી છે કે સ્પેરપાટ્ર્સની પણ અછત હોવાથી તેઓ મીટરમાં ખામી હોવા છતાં એને રિપેર કરાવી શકતા નથી. એવી ફરિયાદ છે કે મેકૅનિકલ મીટર ફાસ્ટ ચાલે છે અને એમાં પ્રૉબ્લેમ પણ છે એટલે પ્રવાસીઓએ વધુ પૈસા ચૂકવવા પડે છે. આરટીઓના એક ઑફિસરે કહ્યું હતું કે ૨૪ નવેમ્બર સુધીમાં તમામ ઈ-મીટરો અને મેકૅનિકલ મીટરોને નવાં ભાડાં પ્રમાણે બદલી નાખવાં પડશે. ટૅક્સી અને રિક્ષાના યુનિયને દાવો કરતાં કહ્યું હતું કે માર્કેટમાં ઈ-મીટરની અછત છે અને મીટર રિપેર કરતા લોકો મેકૅનિકલ મીટર રિપેર કરવાનો ઇનકાર કરી રહ્યાં છે.

આરટીઓ = રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ