મીરા રોડમાં ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના કાર્યકર્તા પર હુમલો

12 October, 2012 05:22 AM IST  | 

મીરા રોડમાં ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના કાર્યકર્તા પર હુમલો



મીરા રોડ રેલવે-સ્ટેશનની પાસે આવેલી ટ્રાફિક-પોલીસની ચોકી પાસે ગઈ કાલે સવારે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના મીરા-ભાઈંદરના મુખ્ય કાર્યકર્તા રાકેશ સરવગી ટ્રાફિક-પોલીસ સાથે વાતચીત કરી રહ્યા હતા. એ સમયે ત્યાં મીરા રોડના અમુક રિક્ષા યુનિયનના અધ્યક્ષ અને રિક્ષા-ડ્રાઇવરો આવ્યા હતા. એમાંથી ૨-૩ રિક્ષા-ડ્રાઇવરોએ રાકેશ પર ધારદાર શસ્ત્રો દ્વારા માથા પર હુમલો કર્યો હતો જેથી રાકેશ ગંભીર રીતે જખમી થયો હતો.