ATSએ વિક્રોલીમાં બૉમ્બ મુકાયો હોવાનો બનાવટી ફોન કરનાર યુવાનને ઝડપી લીધો

13 October, 2014 06:03 AM IST  | 

ATSએ વિક્રોલીમાં બૉમ્બ મુકાયો હોવાનો બનાવટી ફોન કરનાર યુવાનને ઝડપી લીધો



૧૦ ઑક્ટોબરે સાંજે શિવસેનાની સભામાં હાજરી આપ્યા પછી તે દારૂ પીવા ગયો હતો અને નશામાં ચકચૂર થઈને રાતે ૧૧.૫૦ વાગ્યે પોલીસ કન્ટ્રોલ-રૂમમાં ફોન કર્યો કે બૉમ્બ સે એક ઘંટે મેં ઉડનેવાલા હૈ. સામે પોલીસ જવાને પૂછ્યું કે બૉમ્બ કહાં હૈ? એ વખતે શેખે કહ્યું કે આપકો પતા ચલ જાએગા. વાતચીત દરમ્યાન નસીમે એમ પણ કહ્યું કે આઇ વિલ કિલ ઑલ ધી પીપલ ઑફ મુંબઈ.

આ બનાવટી ફોન બાબતે આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘નસીમે મેઇન કન્ટ્રોલ-રૂમને ફોન કર્યા પછી તેમણે ATSને જાણ કરી હતી. ATSએ ફોન-નંબર અને લોકેશન ટ્રૅક કર્યા પછી વિક્રોલી ખ્વ્લ્ને આ બાબતે અલર્ટ કરી હતી. એ મુજબ વિક્રોલી ખ્વ્લ્ની ટીમે શિવાજીનગરમાં ટ્રૅપ ગોઠવીને નસીમને પકડીને અમને સોંપ્યો હતો.’

નસીમને પ્રથમ શિવાજીનગર પોલીસ-સ્ટેશને લઈ જઈને તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. નસીમે ગુનો કબૂલ કરતાં જણાવ્યું હતું કે શિવસેનાની સભામાં ભાષણ સાંભળ્યા પછી દારૂ પીધા બાદ પોતાના ફોનથી ૧૦૦ નંબર (પોલીસ કન્ટ્રોલ)ને ફોન કર્યો હતો.

પોલીસે તેની સામે જાહેરમાં ગરબડ કરીને અવ્યવસ્થા ફેલાવવા અને ગુનાહિત હેરાનગતિ ઊભી કરવા બદલ સજાનો ગુનો નોંધ્યો હતો.