આતંકવાદી કાવતરાની શંકા પરથી કમ્પ્યુટર ઑપરેટરની ધરપકડ

21 October, 2014 05:16 AM IST  | 

આતંકવાદી કાવતરાની શંકા પરથી કમ્પ્યુટર ઑપરેટરની ધરપકડ




તેની સામે ગુનાહિત કાવતરાના તેમ જ ઇન્ફર્મે‍શન ટેક્નૉલૉજી ઍક્ટની સંબંધિત કલમો હેઠળના આરોપસર ફરિયાદ નોંધાઈ હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મૅજિસ્ટ્રેટે તેને ૨૬ ઑક્ટોબર સુધી ATSની કસ્ટડીમાં રિમાન્ડ પર સોંપ્યો હતો.

અન્સારીની શંકાસ્પદ ઍક્ટિવિટીઝ બાબતે ATSના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ઑનલાઇન પોસ્ટ્સ પર દેખરેખ રાખતી અમારી પોલીસ-ટીમને તેની શંકાસ્પદ ઍક્ટિવિટીઝનો અણસાર મળ્યો હતો. તે એક વ્યક્તિ સાથે ચૅટિંગ કરતો હતો જેમાં બાંદરાની એક સ્કૂલ સહિત મુંબઈની અમેરિકન કચેરીઓને ઉડાવી મૂકવાની ચર્ચાનો પણ સમાવેશ હતો. અન્સારીએ બનાવટી નામ સાથે ફેસબુક અકાઉન્ટ ખોલ્યું હતું. એના દ્વારા એક વ્યક્તિ સાથે ઘણા લાંબા વખતથી સંપર્કમાં હતો. તેની ચર્ચાઓમાં તે મુંબઈનાં અમેરિકન એસ્ટાબ્લિશમેન્ટ્સ પર હુમલાની તૈયાર કરતો હોવાનું જણાતું હતું.’

જોકે આ અધિકારીએ અન્સારીના ઑનલાઇન ફ્રેન્ડનું નામ નહોતું જાહેર કર્યું.