ચેમ્બુરમાં એટીએમમાં પૈસા ભરવા આવેલી ગાડી લૂંટવા માગતી ટોળકીની ધરપકડ

27 October, 2012 05:59 AM IST  | 

ચેમ્બુરમાં એટીએમમાં પૈસા ભરવા આવેલી ગાડી લૂંટવા માગતી ટોળકીની ધરપકડ


ચેમ્બુર પોલીસે કહ્યું હતું કે ‘ચેમ્બુરમાં સાન્ડુ ગાર્ડન પાસે આવેલી ઍક્સિસ બૅન્કમાં દરરોજ પૈસા ભરવા આવતી ગાડીને લૂંટી લેવાની એક ટોળકીએ યોજના બનાવી હોવાની ટિપ મળી હતી. એને આધારે ગઈ કાલે સવારે ૧૧.૨૦ વાગે સાન્ડુ ગાર્ડન સામે આવેલી બૅન્ક પાસેથી આ ટોળકીને પકડી પાડવામાં આવી હતી. ટોળકીમાં રહેલા છ જણમાંથી ૨૧ વર્ષનો મોહમ્મદ મોઇદ્દીન ભાગી છૂટ્યો હતો અને બાકીના પાંચને આજે ર્કોટમાં હાજર કરવામાં આવશે. તેમની પાસેથી એક દેશી બનાવટની બંદૂક, બે ચૉપર, રેક્ઝિન બૅગ, નાયલોનની રસ્સી, નોકિયાનો મોબાઇલ વગેરે વસ્તુઓ મળી હતી. એ તમામ લોકો સામે મુંબઈ સહિત પુણેમાં ચોરી અને લૂંટ વગેરેના ગુના નોંધાયા છે.’

એટીએમ = ઑટોમેટેડ ટેલર મશીન