કાટૂર્નિસ્ટ અસીમ ત્રિવેદીના કેસમાં બૉમ્બે હાઈ ર્કોટે પોલીસને બરાબરની ફટકારી

15 September, 2012 09:11 AM IST  | 

કાટૂર્નિસ્ટ અસીમ ત્રિવેદીના કેસમાં બૉમ્બે હાઈ ર્કોટે પોલીસને બરાબરની ફટકારી


તમે લોકોને આ રીતનાં ક્ષુલ્લક કારણોસર કઈ રીતે પકડી શકો? તમે કાટૂર્નિસ્ટને પકડીને તેની સ્વતંત્રતા તેમ જ વાણી અને વિચારો પ્રદર્શિત કરવાની સ્વતંત્રતા છીનવી છે.’

પ્રાથમિક તપાસમાં કોર્ટને જણાયું હતું કે પોલીસે અસીમ ત્રિવેદીની ધરપકડ મનસ્વી રીતે કરી છે. એથી ર્કોટે‍ કહ્યું હતું કે ‘આપણી પાસે આ એક અસીમ ત્રિવેદી છે જેણે આ વિશે હિંમત બતાવી, એ વિશે અવાજ ઉઠાવ્યો અને વિરોધ નોંધાવ્યો; પણ પોલીસ અનેક લોકોનો અવાજ દબાવી દે છે એનું શું?’

ર્કોટે‍ વધુમાં પોલીસને કહ્યું હતું કે ‘તમે અસીમ ત્રિવેદી પર દેશદ્રોહનો જે આરોપ મૂક્યો એ કયા આધારે મૂક્યો એ વિશે સૅટિસ્ફૅક્ટરી કારણો આપો. આ માટે કયાં ધોરણો (પૅરામિટર્સ) વાપરવામાં આવ્યાં એ જણાવો, અને જો આ માટે કોઈ પૅરામિટર્સ ન હોય તો સોસાયટીમાં નાગરિકોની સ્વતંત્રતા જોખમાશે એ નક્કી. દેશદ્રોહના કાયદા સ્વતંત્રતા પહેલાંના છે, જ્યારે સરકારને નાગરિકો સામે રક્ષણ જોઈતું હતું. હવે અત્યારે સરકારનું શું ધોરણ છે? શું એ દેશદ્રોહનો કાયદો પડતો મૂકવા માગે છે? કોઈએ તો આ બાબતે રાજકીય જવાબદારી લેવી જ પડશે. પોલીસે તેની (અસીમની) ધરપકડ કરતાં પહેલાં મગજ કેમ ન વાપર્યું.’