નર્સોનો મુદ્દો સંસદમાં ગાજશે

24 October, 2011 08:40 PM IST  | 

નર્સોનો મુદ્દો સંસદમાં ગાજશે

 

કેરળમાંથી સૌથી વધુ નર્સો દેશના અન્ય ભાગોમાં નોકરી માટે જાય છે. એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની નર્સ બીના બેબીની આત્મહત્યા બાદ ત્યાં કામ કરતી નર્સોએ હડતાળ પાડી હતી જે કેરળના સંસદસભ્ય પી. ટી. થૉમસ અને ઍન્ટો ઍન્ટનીની મધ્યસ્થી બાદ સંકેલાઈ હતી.

આ વિશે કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અચ્યુતાનંદે જણાવ્યું હતું કે દેશભરમાં પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતી નર્સોના પગાર તથા નોકરીની શરતોમાં  સુધારો કરવા અસરકારક કાયદો કેન્દ્ર સરકારે ઘડવો જોઈએ. મુંબઈ જ નહીં દેશભરની હૉસ્પિટલોમાં નર્સોની આવી જ હાલત છે. કેરળનાં ભૂતપૂર્વ આરોગ્યપ્રધાન પી. કે. શ્રીમથીએ એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી સર્ટિફિકેટ તથા એક્સ્પીરિયન્સ લેટર મળ્યા બાદ રાજીનામું  આપી પરત ફરનારી નર્સોના પુન: સ્થાપન માટે યોગ્ય પગલાં ભરવાની માગ કરી હતી.