અસીમ ત્રિવેદી બે દિવસમાં બિગ બૉસમાંથી થશે બહાર

28 October, 2012 04:41 AM IST  | 

અસીમ ત્રિવેદી બે દિવસમાં બિગ બૉસમાંથી થશે બહાર

કાટૂર્નિસ્ટ અસીમ ત્રિવેદીએ ભારતીય સંવિધાન અને ગૌતમ બુદ્ધનું અપમાન કરતાં વ્યંગચિત્રો બનાવ્યાં હોવાનો આરોપ મૂકીને આરપીઆઇના નેતા રામદાસ આઠવલેએ તેને ‘બિગ બૉસ’માંથી બહાર કાઢી નાખવાની માગણી હતી અને જો તેને બહાર કાઢવામાં નહીં આવે તો લોનાવલામાં આવેલા ‘બિગ બૉસ’ના સેટ પર જઈને દેખાવો કરવાની સાથે સોમવારે લોનાવલા બંધની ધમકી આપી હતી. તેમણે કાર્યકરો સાથે લોનાવલામાં ‘બિગ બૉસ’ના બંગલાની બહાર મોરચો પણ કાઢ્યો હતો જેને પગલે છેવટે કલર્સ ચૅનલ નમતું જોખીને અસીમ ત્રિવેદીને બહાર કાઢવા તૈયાર થઈ છે.

આરપીઆઇ-એ = રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા-આઠવલે