Drugs Case: આર્યન ખાનની જામીન અરજી પર ચુકાદો મોકૂફ, ગુરુવારે થશે સુનાવણી

13 October, 2021 06:06 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ડ્રગ્સ કેસ (Drugs case)મામલે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન(Aryan Khan)ની જામીન અરજીની સુનાવણી આવતીકાલ એટલે કે ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી છે.

આર્યન ખાન

ડ્રગ્સ કેસ (Drugs case)મામલે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન(Aryan Khan)ની જામીન અરજીની સુનાવણી આવતીકાલ એટલે કે ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. આ પહેલા કોર્ટે ત્રણેય આરોપીઓના વકીલોની દલીલો સાંભળી હતી.હવે ગુરૂવારે બપોરે 12 વાગ્યાથી કેસની ફરી સુનાવણી થશે. 

બૉલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આ દિવસોમાં ડ્રગ્સને લઈને સતત સમાચારોમાં છે. આર્યનના જામીનની સુનાવણી સેશન્સ કોર્ટમાં આજે એટલે કે બુધવારે ચાલી રહી હતી. કોર્ટમાં સતીશ માનશિંદે અને વરિષ્ઠ વકીલ અમિત દેસાઈ આર્યન વતી ઉલટ તપાસ કરી રહ્યા હતા. સતીશ માનશિંદેએ રિયા ચક્રવર્તીનો કેસ લડ્યો છે, જ્યારે અમિત દેસાઈએ સલમાન ખાનનો કેસ લડ્યો છે.

3 ઓક્ટોબરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. 7 ઓક્ટોબરના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટે આર્યનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. 11 ઓક્ટોબરના રોજ આરડીયનની જામીન માટેની અરજી વિશેષ એનડીપીએસ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેના આધારે એનસીબીએ કોર્ટ પાસે જવાબ આપવા માટે સમય માંગ્યો હતો. બીજી બાજુ, ઘણા બોલિવૂડ સેલેબ્સ આર્યન અને શાહરૂખના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આર્યન હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી અને તેની સુરક્ષા પ્રભારી રવિ પણ સ્થળ પર હાજર હતા. ચાહકોની નજર તેના પર ટકેલી હતી કે શું આર્યન આજે જામીન મેળવી શકશે કે પછી તેને વધુ કેટલીક રાતો જેલમાં વિતાવવી પડશે.

સલમાન ખાન અને નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે  શાહરૂખ ખાનના ઘર મન્નત પહોંચ્યા હતાં. સલમાન તેના પિતા સલીમ ખાન સાથે મંગળવારે રાત્રે પણ શાહરૂખને મળવા ગયો હતો.

mumbai mumbai news aryan khan