આર્યન ખાન ડ્રગ્સ કેસ: NCBના મુખ્ય તપાસ અધિકારી અને ઇન્ટેલિજન્સ અધિકારી સસ્પેન્ડ

13 April, 2022 09:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બંને ‘શંકાસ્પદ પ્રવૃત્તિ’માં સામેલ હતા

ફાઇલ તસવીર

આર્યન ખાનને સંડોવતા ડ્રગ કેસની તપાસ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારીઓ વિશ્વ વિજય સિંહ અને આશિષ રંજન પ્રસાદને વિજિલન્સ તપાસ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ એનસીબીની વિજિલન્સ ટીમ દ્વારા ચાલી રહેલી તપાસમાં આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા મુખ્ય તપાસ અધિકારી વિશ્વ વિજય સિંહ અને ઈન્ટેલિજન્સ ઓફિસર આશિષ રંજન પ્રસાદની ભૂમિકા શંકાસ્પદ જણાઈ છે, જ્યાર બાદ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસમાં કહેવામાં આવ્યું હતું કે બંને ‘શંકાસ્પદ પ્રવૃત્તિ’માં સામેલ હતા અને આ જ તેમના સસ્પેન્શનનું કારણ છે.

નોંધનીય છે કે આર્યન ખાનની 3 ઑક્ટોબર, 2021ના ​​રોજ મુંબઈ કિનારે એક ક્રુઝ શિપ પર NCBના દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. પ્રતિબંધિત ડ્રગ્સ ઉપયોગ અને વેચાણ કરવા બદલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ તેની અને અન્ય 19 સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આર્યન અને અન્ય 17 લોકોને જામીન મળ્યા છે, જ્યારે માત્ર બે આરોપીઓ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

mumbai mumbai news NCB aryan khan