Drugs Case: કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી, વકીલ હવે હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે

20 October, 2021 03:47 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

 કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવતાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે.

આર્યન ખાન

ડ્રગ્સ મામલે આર્યન ખાનની જામીન અરજી અંગે કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવતાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. આ ઉપરાંત કોર્ટે અન્ય બે આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી પણ ફગાવી દીધી છે. આશા હતી કે આર્યન ખાનને આજે જામીન મળશે, પરંતુ તે તમામ આશા નિરાશામાં પરિવર્તિત થઈ છે.

કોર્ટના ચુકાદા બાદ આર્યન ખાનના વકીલે કહ્યું કે તે હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવશે. મુંબઈ સ્પેશ્યલ કોર્ટમાં જામીન અરજી રદ થયા બાદ હવે આર્યન ખાનના જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે. હાલમાં આર્યન ખાનને હજી થોડા દિવસો માટે આર્થર જેલમાં રહેવું પડશે.

ડ્રગ્સ કેસ મામલે ફસાયેલા આર્યન ખાનની જામીન અરજી પર વારંવાર ફગાવવામાં આવતી હતી. આખરે કોર્ટે આ મામલે ચુકાદો આપી દીધો છે. 14 ઓક્ટોબરે સેશન્સ કોર્ટે વકીલોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય મોકુફ રાખ્યો હતો. 

mumbai mumbai news aryan khan Shah Rukh Khan