અંબરનાથની ગોળીબારની ઘટના પાછળ રાજકીય અદાવત

25 November, 2011 09:00 AM IST  | 

અંબરનાથની ગોળીબારની ઘટના પાછળ રાજકીય અદાવત

 

એમાંથી એક ગાર્ડને ગોળી વાગી હતી. આ હુમલામાં શ્યામસુંદર યાદવ નામના બૉડીગાર્ડનું મૃત્યુ થયું હતું, પરંતુ મરતાં પહેલાં શ્યામસુંદરે એક હુમલાખોરને ઢાળી દીધો હતો. અંબરનાથના એક લોકલ નર્સિંગ હોમમાં અરવિંદ વાલેકર તથા રાકેશ શર્મા નામના બૉડીગાર્ડને સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે ઇમામ શેખ નામના બૉડીગાર્ડની હાલત ગંભીર હોવાથી તેને કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાના સાક્ષી લોકોનું કહેવું છે કે હુમલાખોરો ઇનોવા કારમાં બેસીને આવ્યા હતા. અરવિંદ વાલેકર પર યુનિયન લીડર નરેશ ગાયકવાડની હત્યા કરવાનો આરોપ ૨૦૦૨ના નવેમ્બરમાં મૂકવામાં આવ્યો હતો, જેમાંથી તાજેતરમાં જ ર્કોટે તેમને મુક્ત કર્યા હતા.

દરમ્યાન આ ઘટનામાં શિવસેનાના નેતા અરવિંદ વાલેકર પરના હુમલાના પ્રકરણમાં અંબરનાથની શિવાજીનગર પોલીસે શિવસેનાના નેતા ગુલાબરાવ કરંજુલેની અટકાયત કરી હતી. આ ઉપરાંત આરપીઆઇ (રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા)ના બે નેતા તથા રિટાયર્ડ એસીપી (અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ) પણ શંકાના ઘેરામાં છે. વ્યવસાયે બિલ્ડર ગુલાબરાવની અરવિંદ વાલેકર સાથે રાજકીય દુશ્મનાવટ હતી. બીજી તરફ આરપીઆઇના નેતા તથા નગરસેવક શ્યામ ગાયકવાડ તથા કબીર ગાયકવાડ જે નરેશ ગાયકવાડના પુત્ર છે તેમના પર પણ શંકા છે. આ બન્નેમાંથી કબીર છેલ્લા ચાર દિવસથી હૉન્ગકૉન્ગમાં છે. આ ઉપરાંત ગુલાબરાવ કરંજુલેના સસરા રિટાયર્ડ એસીપી રમેશ ભગત ઉર્ફે મામા પર પણ શંકા છે.