૨.૫ કરોડ નોકરિયાતોને તેમના TDS વિશે હવે SMS મળશે

25 October, 2016 07:09 AM IST  | 

૨.૫ કરોડ નોકરિયાતોને તેમના TDS વિશે હવે SMS મળશે



લગભગ ૨.૫ કરોડ પગારદારો હવે તેમના ક્વૉર્ટરલી TDS કપાત વિશે ઇન્કમ-ટૅક્સ વિભાગ દ્વારા SMS થકી માહિતી મેળવી શકશે. નાણાપ્રધાન અરુણ જેટલીએ ગઈ કાલે પગારદારો માટે SMS અલર્ટ સર્વિસ લૉન્ચ કરી હતી. CBDT ટૂંક સમયમાં આ સર્વિસ મન્થ્લી બેસિસ પર શરૂ કરશે. પત્રકારોને આ સુવિધા વિશે માહિતી આપતાં અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘પગારદારોને બે વખત ટૅક્સ આપવો પરવડે નહીં અને તેમને કોર્ટનાં ચક્કરો કાપવાં પણ પરવડી શકે નહીં એથી તેમને તેમના TDS કપાત વિશે માહિતી હોવી જોઈએ. એથી જો ટેક્નૉલૉજીના ઉપયોગ દ્વારા પગારદારોને આ માહિતી મળી શકે અને તેઓ તેમની સૅલેરી-સ્લિપ અને SMSનો તાળો મેળવી શકે અને નાણાકીય વર્ષને અંતે તેમને તેમની વેરાની જવાબદારીની જાણ હોય.’

અરુણ જેટલીએ CBDTને TDS માટે ઑનલાઇન ફરિયાદનિવારણ પ્રણાલી વિકસિત કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી ટૅક્સપેયર અને ઇન્કમ-ટૅક્સ વિભાગ વચ્ચે કોઈ સંવાદની જરૂર ન રહે. ૪.૪ કરોડ બિનપગારદાર ટૅક્સપેયરો માટે પણ SMS સર્વિસ શરૂ કરશે.