કેઈએમ હૉસ્પિટલના વિડિયો પ્રકરણમાં મુખ્ય ગુજરાતી આરોપીની ધરપકડ

18 September, 2020 12:52 PM IST  |  Mumbai | Mumbai correspondent

કેઈએમ હૉસ્પિટલના વિડિયો પ્રકરણમાં મુખ્ય ગુજરાતી આરોપીની ધરપકડ

મુખ્ય આરોપી નવીન પ્રદીપ પરમારની ધરપકડ

બીએમસીની કેઈએમ હૉસ્પિટલમાં જીવતા માણસને મૃત જાહેર કરવામાં આવેલો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો હોવાથી એ ડૉક્ટરો, નર્સ જેવા કોરોના-યોદ્વાઓનાં મોરલ ડાઉન કરતો હોવાથી એને ફૉર્વર્ડ ન કરવાની બીએમસીએ અપીલ કરી હતી. જોકે આ ઘટનાને ગંભીરતાથી લઈને એ વિશે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાથી પોલીસે તપાસ કરીને મુખ્ય ગુજરાતી આરોપીની ધરપકડ કરી છે. હૉસ્પિટલની મહિલા સ્ટાફને અપશબ્દો બોલીને તથા અન્ય સ્ટાફને ધક્કે ચડાવીને હૉસ્પિટલમાં ધમાલ કરવા બદલ ભોઈવાડા પોલીસે મરનારના ૨૮ વર્ષના સંબંધી અને મુખ્ય આરોપી નવીન પ્રદીપ પરમારની ધરપકડ કરી છે. 

mumbai mumbai news KEM Hospital