આઇએસઆઇને માહિતી આપનાર એચએએલના કર્મચારીની અરેસ્ટ

10 October, 2020 09:28 AM IST  |  Mumbai | Agencies

આઇએસઆઇને માહિતી આપનાર એચએએલના કર્મચારીની અરેસ્ટ

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર સ્ટેટ ઇન્ટેલિજન્સ (ISI)ને ફાઇટર ઍરક્રાફ્ટ્સ વિશેની ગુપ્ત માહિતી પહોંચાડવા બદલ હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (HCL)ના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર પોલીસના ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)ના નાશિક યુનિટે ધરપકડ કરી હોવાનું સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
નાશિક પાસે ઓઝરમાં લડાયક વિમાનોના ઉત્પાદનનું કારખાનું, હવાઈ દળનું વિમાનમથક અને કારખાનાની અંતર્ગત પ્રતિબંધિત ક્ષેત્ર છે. અપરાધી એ કારખાના, લડાયક વિમાનો અને પ્રતિબંધિત ક્ષેત્રની માહિતી ISIને પહોંચાડતો હોવાનું ATSનાં સૂત્રોએ જણાવ્યું હતું. ATSના અધિકારીઓએ ૪૧ વર્ષના અપરાધીને નાશિકમાં તેના ઘરમાંથી પકડ્યા પછી તેની સામે ઓફિશ્યલ સીક્રેટ્સ ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. અપરાધી પાસેથી ત્રણ મોબાઇલ હૅન્ડસેટ, પાંચ સિમ કાર્ડ અને બે મેમરી કાર્ડ જપ્ત કરવામાં આવ્યાં હતાં. જપ્ત કરવામાં આવેલી સામગ્રી ફૉરેન્સિક લૅબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવી છે.

mumbai mumbai news