અર્નબ ગોસ્વામીએ સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા

10 November, 2020 07:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અર્નબ ગોસ્વામીએ સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા

રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી

રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીએ હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે કારણ કે બોમ્બે હાઈકોર્ટના તેના વચગાળાની જામીન રદ કરવાનો ચુકાદો આપ્યો છે.

2018માં ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વેય નાઈકને આત્મહત્યા માટે દુષ્પ્રેરણના કેસમાં બોમ્બે હાઈકોર્ટે સોમવારે અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપવો ઈન્કાર કર્યો હતો. અર્નબ ગોસ્વામીએ વકીલ નિર્મેષ દુબે મારફતે બોમ્બે હોઈકોર્ડના ઓર્ડર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મુંબઈ પોલીસે 4 નવેમ્બરના અર્નબ ગોસ્વાનીની ધરપકડ કરી હતી અને તેને કોવિડ કેર સેન્ટર એવી શાળામાં રખાયો હતો. જ્યાં તે મોબાઈલનો દુરૂપયોગ કરતો હોવાનું જણાતા તેને મુંબઈની તલોજા જેલ શિફ્ટ કરાયો હતો. અર્નબ ઉપરાંત અન્ય બે આરોપીઓએ પણ વચગાળાના જામીન માટે અરજી કરી હતી.

જસ્ટિસ એસ એસ શિંદે અને જસ્ટિસ એમ એસ કાર્ણિકની બેન્ચે સોમવારે આ કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા અસાધારણ ક્ષેત્ર અધિકારના ઉપયોગનો કોઈ કેસ બનાવાયો નથી અને નિયમિત જામીન માટેનો વિકલ્પ ઉપલબ્ધ છે. કોર્ટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવા કહ્યું અને ચાર દિવસમાં અરજી પર ઓર્ડર આપવા આદેશ કર્યો હતો.

શનિવારે આ કેસમાં હાઈકોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળી હતી અને કોઈપણ અરજદારને રાહત આપ્યા વગર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. 2018ના કેસમાં રાયગઢ જિલ્લાના અલીબાગ પોલીસે અર્નબ ગોસ્વામીની તેના ઘરેથી ધરપકડ કરી હતી. અર્નબ અને અન્ય વિરુદ્ધ આર્કિટેક્ટને તેના કામના પુરતા નાણાં નહીં ચૂકવવાનો તેમજ નાઈક અને તેની માતાની આત્મહત્યા માટે દુષ્પ્રેરણ માટે કેસ નોંધાયો હતો.

arnab goswami bombay high court supreme court