મારા ઘરેથી જે ડ્રગ મળ્યુ તે પ્રિસ્ક્રાઈબ્ડ હતુઃ અર્જુન રામપાલ

13 November, 2020 10:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મારા ઘરેથી જે ડ્રગ મળ્યુ તે પ્રિસ્ક્રાઈબ્ડ હતુઃ અર્જુન રામપાલ

ફાઈલ ફોટો

આજે NCB અર્જુન રામપાલની છ કલાક પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ અર્જુન રામપાલે કહ્યું હતું કે તે તપાસ પ્રક્રિયામાં પૂરતો સહયોગ આપી રહ્યો છે. ડ્રગ્સ સાથે તેને કોઈ લેવા દેવા નથી. તેના ઘરમાંથી જે દવા તથા પ્રિસ્ક્રિપ્શન મળ્યા હતા તે તેણે NCBને આપી દીધા હતા. નાર્કોટિક્સ અધિકારીઓ સારું કામ કરી રહ્યા છે અને તે તપાસ પ્રક્રિયામાં પૂરતો સપોર્ટ કરે છે. આ પહેલાં અર્જુન રામપાલની લિવ-ઈન-પાર્ટનર ગેબ્રિએલની બે દિવસ સતત પૂછપરછ કરવામાં આવી હતી.

અર્જુન રામપાલે કહ્યું કે, હુ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યો છું. ડ્રગ્સ સાથે મારે કઈ લેવાદેવા નથી. મારા ઘરે જે દવા મળી તે પ્રિસ્ક્રાઈબ્ડ (ડૉક્ટરે લખી આપેલી દવા) હતું. તેનું પ્રિસ્ક્રિપ્શન મે તપાસ એજન્સીને સોંપ્યુ છે.

અભિનેતાએ ઉમેર્યું કે, તપાસ અધિકારીઓ પણ શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે અને હુ તેમને સપોર્ટ કરી રહ્યો છું. એક રિપોર્ટર સાથે વાત કરતા રામપાલે કહ્યું કે, તમે પણ આ દવા લો તમારા માટે સારી રહેશે.

NCBએ ઓસ્ટ્રેલિયન મૂળના આર્કિટેક્ટ પૉલ બાર્ટલની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે. પૉલ એક્ટર અર્જુન રામપાલ તથા તેની લિવ-ઈન-પાર્ટનર ગેબ્રિએલના ભાઈનો નિકટનો સાથી છે. સૂત્રોના મતે, પૉલ તથા અર્જુન રામપાલની સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી શકે છે.

સમાચાર મુજબ, અર્જુન રામપાલના ઘરે રેડ દરમિયાન અમુક બૅન દવાઓ મળી હતી. NCBના અધિકારીઓનું કહેવું છે કે અર્જુન અને ગેબ્રિએલ બંનેએ જવાબ આપવો પડશે કે તેમની પાસે આ દવાઓ ક્યાંથી આવી છે અને શું આના માટે તેમની પાસે કોઈ લીગલ પ્રિસ્ક્રિપ્શન છે કે નહિ. આ સિવાય તેના ઘરેથી અમુક મોબાઈલ ફોન અને લેપટોપ પણ સીઝ કરવામાં આવ્યાં છે. તપાસ એજન્સીએ સોમવારે રામપાલના ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લઈને ઘણા કલાક સુધી પૂછપરછ કરી હતી.

સોમવારે સવારે એક્ટરના મુંબઈના ઘરે રેડ પાડવામાં આવી હતી. NCBએ ગયા મહિને ગેબ્રિએલ ડેમેટ્રિયડ્સના ભાઈ અગિસિલાઓસની લોનાવલામાંથી ધરપકડ કરી હતી. તેની પાસેથી ચરસ અને અલ્પ્રાજોલમ ટેબ્લેટ મળી હતી. તેની પાસેથી મળેલા પુરાવાના આધારે હવે અર્જુનના ઘરે રેડ પાડવામાં આવી. દિવ્ય ભાસ્કરે 1 ઓક્ટોબરે જ અર્જુન રામપાલના ડ્રગ્સ કનેક્શન વિશે જણાવી દીધું હતું. તપાસ એજન્સી મુજબ, અગિસિલાઓસ ડ્રગ્સ સપ્લાઇ કરતો હતો.

arjun rampal anti-narcotics cell mumbai