મુંબઈ: છ મહિનામાં પાણીના લીકેજની ફરિયાદ 30 ટકા ઘટી

19 August, 2019 02:32 PM IST  |  મુંબઈ | અરિતા સરકાર

મુંબઈ: છ મહિનામાં પાણીના લીકેજની ફરિયાદ 30 ટકા ઘટી

છ મહિનામાં પાણીના લીકેજની ફરિયાદ 30 ટકા ઘટી

મુંબઈગરાઓને અપૂરતા પાણીની સમસ્યાને લીધે જ નહીં, પણ લીકેજના કારણે પણ પાણીકાપ ભોગવવો પડે છે. ટૂંક સમય પહેલાં પાણીપુરવઠા વિભાગ દ્વારા લીકેજ પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું જેને કારણે મોટા ભાગના વિસ્તારોમાં લીકેજની ફરિયાદ દૂર થઈ છે.

રૂટીન ઇન્સ્પેક્શન અને હેલ્પલાઇન નંબર પરથી પાલિકાને લીકેજની ફરિયાદો મળી હતી. જાન્યુઆરી ૨૦૧૯માં હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટને કુલ ૪૦૪૪ ફરિયાદો મળી હતી, જ્યારે ફેબ્રુઆરીમાં ૩૨૩૫ ફરિયાદો મળી હતી. આ આંકડો જૂનમાં ઘટીને ૨૮૧૦ થયો હતો. ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ દરાડેએ જણાવ્યું હતું કે ‘શહેરીજનોને તાજું પાણી મળી રહે એ માટે બીએમસી દ્વારા ટૂંકા અને લાંબા ગાળા માટેનાં પગલાં લેવામાં આવ્યાં છે. ટૂંકા સમયગાળા માટે લેવાયેલાં પગલાંમાં અમે લીકેજનાં રિપેરિંગ પર ફોકસ કરી રહ્યાં છીએ, જ્યારે લાંબા ગાળાના કામકાજમાં વૉટર હાર્વેસ્ટિંગ, વપરાયેલું પાણી ફરી ઉપયોગમાં લઈ શકાશે.’

પાઇપલાઇન લીકેજની ફરિયાદો

જાન્યુઆરી ૪૦૪૪
ફેબ્રુઆરી ૩૨૩૫
માર્ચ ૩૨૭૯
એપ્રિલ ૩૦૩૭
મે ૨૭૮૯
જૂન ૨૮૧૦

આ પણ વાંચો : મુંબઈ: વિલે પાર્લેના રહેવાસીઓ પોલીસ ટ્રાફિક-પૅટ્રોલિંગમાં મદદરૂપ થાય છે

જૂનમાં કેટલાં લીકેજ રિપેર થયાં?

તળ મુંબઈ - ૮૧૯
પશ્ચિમનાં પરાં - ૯૬૫
પૂર્વનાં પરાં - ૧૦૨૬

brihanmumbai municipal corporation mumbai news mumbai