‘શું એમએસઆરટીસી, પ્રાઇવેટ બસો મહામારીથી મુક્ત છે?’

10 October, 2020 11:38 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

‘શું એમએસઆરટીસી, પ્રાઇવેટ બસો મહામારીથી મુક્ત છે?’

‘શું એમએસઆરટીસી, પ્રાઇવેટ બસો મહામારીથી મુક્ત છે?’

‘શું બીજી બસો મહામારીથી મુક્ત છે?’ એવો સવાલ બેસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો અને કમિટીના સભ્યો અને પૅસેન્જરોએ શહેરની આ નવી જીવાદોરીને એમએસઆરટીસી અને ખાનગી ટૂરિસ્ટ બસોની માફક એની પૂર્ણ ક્ષમતા સાથે દોડાવવામાં આવે એવી માગણી કરી હતી.
ટ્રાન્સપોર્ટ કમિશનરે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી) અને પ્રાઇવેટ બસોને ૧૦૦ ટકા ક્ષમતા સાથે દોડાવવાની પરવાનગી આપી છે, પણ બેસ્ટની બસો કોરોનાની માર્ગદર્શિકા અનુસાર ફિઝિકલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે માત્ર ૫૦ ટકા પૅસેન્જરો સાથે દોડી રહી છે.
બેસ્ટની બસો જાણે પૂર્ણ ક્ષમતાની મંજૂરી ધરાવતી હોય એટલી ભીડ એમાં જમા થાય છે. કોઈ નિયમનું પાલન કરતું નથી. વાસ્તવિકતા એ છે કે અડધી ક્ષમતાએ દોડવાના નિયમના નામે ઘણા બસ-ડ્રાઇવરો સ્ટૉપ પર બસ ન અટકાવીને પૅસેન્જરોને પરેશાન કરે છે. એના કારણે ભીડ થાય છે અને બસ સ્ટૉપ પર લાંબી લાઇનો લાગે છે. જો અન્ય જાહેર પરિવહનની બસોને પૂર્ણ ક્ષમતા સાથે દોડાવવાની મંજૂરી અપાઈ છે તો બેસ્ટને શા માટે નહીં? એવો સવાલ બૅન્કર વિકાસ મહાજને કર્યો હતો.
બેસ્ટ સમિતિના સભ્યએ સવાલ કર્યો હતો કે ‘શું અન્ય બસો મહામારીથી મુક્ત છે? બસોને ૫૦ ટકા ક્ષમતા સાથે દોડાવવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે બેસ્ટને વધુ બસોની જરૂર છે અને આથી, અમારે એક કિલોમીટરના ૭૫ રૂપિયા ચૂકવીને એમએસઆરટીસીની બસોમાં જવું પડે છે, જે વાજબી નથી.’

mumbai mumbai news rajendra aklekar