NCP નહીં જીતે તો APMCના વચેટિયાઓનો વટ ખતમ થશે

13 October, 2014 06:05 AM IST  | 

NCP નહીં જીતે તો APMCના વચેટિયાઓનો વટ ખતમ થશે

કેન્દ્રમાં સત્તા પર બેસેલો પક્ષ જો રાજ્યમાં પણ સત્તા પર આવે તો અન્ન-વિતરણમાં APMCની મૉનોપોલીનો અંત આવશે. ભારતનાં મોટા ભાગનાં ક્ષેત્રોમાં ફળો અને શાકભાજીનું વિતરણ સંભાળતી APMC પર NCPનો અંકુશ છે એટલું જ નહીં, આ માર્કેટના ઢગલાબંધ કર્મચારીઓ અને માથાડી કામદારો NCPના પ્રચારમાં લાગી ગયા છે.

લોકસભાની ચૂંટણીમાં UPAનો કરુણ રકાસ થતાં હવે એના નેતા શરદ પવાર પણ ખેતીવાડી ખાતાના પ્રધાન રહ્યા નથી. રાજ્યકક્ષાના ખેતીવાડી ખાતાના પ્રધાન રાધાક્રિષ્ન વિખે-પાટીલ દલાલોની પસંદગી હોય, તેમની ૧૨૫ જેટલી વાજબી ભાવની શાકભાજીની દુકાનો હોય કે માર્કેટના વહીવટમાં ભ્રષ્ટાચારના આરોપ મૂકનારા અધિકારીએને હટાવવાના હોય; APMCની દરેક બાબત તેઓ ચૂંટણીના સંદર્ભમાં પગલેપગલું દબાવીને સંભાળે છે.     

આગામી ચૂંટણીમાં કૉન્ગ્રેસ-NCPનો પરાજય આ માર્કેટના ટ્રેડર્સની મૉનોપોલી સાવ ઘટાડી નાખશે. વળી નવા ફાઇનૅન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ ફળો અને શાકભાજીના વિતરણ-વેચાણનો અખત્યાર APMCના હાથમાંથી પાછો ખેંચવાની જાહેરાત કરતાં BJPને સત્તા હાંસલ થતાં જ ખ્ભ્પ્ઘ્માં દલાલરાજનાં વળતાં પાણી થવાના પાકા સંકેત મળે છે.