શાકભાજી ને ફ્રૂટ-માર્કેટનો બંધ હવે ચારને બદલે એક જ દિવસ

06 December, 2012 05:41 AM IST  | 

શાકભાજી ને ફ્રૂટ-માર્કેટનો બંધ હવે ચારને બદલે એક જ દિવસ




શાકભાજીના ભાવ કન્ટ્રોલમાં રાખવા માટે વેપારીઓને મળતા કમિશન બાબતે વિસ્તૃત અભ્યાસ કર્યા પછી એના પર નર્ણિય લેવા માટે એક કમિટીની રચના કરવાનું રાજ્ય સરકારે ગઈ કાલે વેપારીઓ સાથેની એક મીટિંગમાં નક્કી કર્યું હતું. હવે વેપારીઓએ ચાર દિવસને બદલે ફક્ત આવતી કાલે એક દિવસની ટોકન હડતાળ પાડવાનો નર્ણિય લીધો છે. વેપારીઓના આ નર્ણિયના પગલે ગૃહિણીઓ રાહતનો શ્વાસ લઈ શકશે.

પંદર દિવસમાં ફેંસલો

મહારાષ્ટ્રભરના વેપારીઓને મળતા કમિશનની રકમમાં કાપ મૂકવાના રાજ્ય સરકારના પગલાનો વિરોધ કરવા નવી મુંબઈના એપીએમસી માર્કેટના કાંદા-બટાટા, શાકભાજી અને ફ્રૂટના વેપારીઓએ આવતી કાલથી ચાર દિવસનો બંધ પાળવાની જાહેરાત કરી હતી. જોકે હવે માત્ર આવતી કાલે ફક્ત એક દિવસની ટોકન હડતાળ કરવાના છીએ એવું જણાવતાં એપીએમસીના ડિરેક્ટર સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે મંત્રાલયમાં વેપારીઓના પ્રતિનિધિમંડળે ગૃહપ્રધાન આર. આર. પાટીલ, ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાયના પ્રધાન અનિલ દેશમુખ, સાર્વજનિક બાંધકામ ખાતાના પ્રધાન છગન ભુજબળ, ગ્રામીણ વિકાસ ખાતાના પ્રધાન જયંત પાટીલ વગેરે સાથે એક મીટિંગ યોજી હતી; જેમાં ચર્ચાવિચારણા પછી એક કમિટીની રચના કરવાનો નર્ણિય લીધો હતો, જે કમિશન બાબતે અભ્યાસ કર્યા પછી પંદર દિવસમાં એનો રર્પિોટ આપશે અને ત્યાર પછી કમિશન બાબતે નર્ણિય લેવામાં આવશે એવું નક્કી થયું છે.’

કમિટીમાં કોણ-કોણ?

એપીએમસીની શાકભાજી વિંગના ડિરેક્ટર શંકર પિંગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે મીટિંગમાં એક કમિટી રચવાનો નર્ણિય લીધો હતો. એ કમિટીમાં રાજ્યના વિવિધ વિસ્તારોના પાંચ ખેડૂત હશે, પાંચ વેપારીવર્ગના પ્રતિનિધિઓ હશે અને પાંચ સરકારી અધિકારીઓ હશે. આ કમિટી મહારાષ્ટ્રભરના દરેક વિસ્તારના માર્કેટ, ખેડૂત સહિત તમામનો ઊંડાણથી અભ્યાસ કર્યા પછી રાજ્યનાં તમામ શહેરો, ગ્રામીણ વિસ્તારોમાં વેપારીઓને કમિશન કઈ રીતે આપવું એનો રર્પિોટ સરકારને સબમિટ કરશે અને ત્યાર પછી સરકાર વેપારીઓનું કમિશન નક્કી કરશે. જોકે આ રર્પિોટ આવ્યા પછી પણ વેપારીઓને આપવામાં આવનારા કમિશનમાં અન્યાય થતો હોવાનું જણાઈ આવ્યું તો અમે

ફરી હડતાળ પર ઊતરવા વિશે વિચારણા કરીશું.’

શા માટે હડતાળ પાડવાના હતા?

થોડા મહિના પહેલાં રાજ્ય સરકારે એક સક્યુર્લર બહાર પાડીને જાહેરાત કરી હતી કે શાકભાજીના ભાવ કન્ટ્રોલમાં રાખવા માટે વેપારીઓને મળતા કમિશનમાં કાપ મૂકવામાં આવશે. સરકારના આ પગલાથી વેપારીઓ ગિન્નાયા હતા અને સરકારે આ સક્યુર્લર રદ કરવો જોઈએ એવી  માગણી કરી હતી અને તેમની માગણી પૂરી કરવામાં નહીં આવે તો તમામ માર્કેટો બંધ કરી દેવાની ધમકી આપી હતી. હાલમાં શાકભાજી પર આઠ ટકા, ફ્રૂટ પર ૧૦ ટકા અને

કાંદા-બટાટા પર ૬.૫ ટકા કમિશન મળે છે. સરકાર આ તમામ કમિશન ઘટાડીને છ ટકા કરવા માગે છે.

એપીએમસી : ઍિગ્રકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી

માર્કેટમાં કોઈ અછત નહીં થાય

એપીએમસીના ડિરેક્ટર સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એપીએમસીમાં અગાઉ ચાર દિવસ શાકભાજી અને ફ્રૂટ, કાંદા-બટાટા માર્કેટને બંધ રાખવાનો નર્ણિય લેવામાં આવ્યો હતો એને પગલે માર્કેટમાં શાકભાજી અને ફ્રૂટની અછત સર્જાવાની અને એના ભાવમાં વધારો થવાની શક્યતા હતી. જોકે ચાર દિવસને બદલે હવે માત્ર એક દિવસ એપીએમસી માર્કેટ બંધ રહેતાં શાકભાજી અને ફ્રૂટના ભાવમાં કોઈ અસર નહીં થાય. અત્યારે રોજની શાકભાજી અને ફ્રૂટની બારસોથી તેરસો જેટલી ટ્રક એપીએમસી માર્કેટમાં ઠલવાતી હોય છે, પણ આવતી કાલના બંધને પગલે કદાચ આજે વધુ ટ્રક ઠલવાઈ શકે છે એટલે મુંબઈગરાએ ચિંતા કરવાની જરૂર નથી.’

હડતાળમાં મસાલા માર્કેટ પણ જોડાશે

આવતી કાલની એક દિવસની ટોકન સ્ટ્રાઇકમાં એપીએમસી માર્કેટ-૧ પણ બંધ પાળવાની છે એમ જણાવતાં એપીએમસીના ડિરેક્ટર કીર્તિ રાણાએ કહ્યું હતું કે ‘આવતી કાલે માર્કેટ-૧માં તમામ કૃષિ-વેપારનાં કામકાજ બંધ રાખવામાં આવશે. અમારા વેપાર-રોજગારનું અસ્તિત્વ ટકાવવા સરકાર સામેની આ ઝુંબેશને સફળ બનાવવા માટે અમે આ હડતાળમાં જોડાઈ રહ્યા છીએ. કરિયાણાબજારમાં કૃષિ-માલોની નવી ખરીદી આવતી કાલે સંપૂર્ણ રીતે બંધ રહેશે.