અ‌નુરાગ કશ્યપે સોફા પર ધકેલી મારી સાથે જબરદસ્તી કરી

25 September, 2020 10:08 AM IST  |  Mumbai | Samiullah Khan

અ‌નુરાગ કશ્યપે સોફા પર ધકેલી મારી સાથે જબરદસ્તી કરી

અનુરાગ કશ્યપ

ફિલ્મ-ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ મૂકનારી ત્રીસ વર્ષની અભિનેત્રીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ૨૦૧૩ના ઑગસ્ટ મહિનામાં અનુરાગ કશ્યપ સાથેની ત્રણ મીટિંગ્સમાંથી છેલ્લી મીટિંગમાં ‍બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અભિનેત્રીએ પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલા બયાનની વિગતો અનુસાર પહેલી મીટિંગ અંધેરી (વેસ્ટ)માં આરામનગર ખાતે અનુરાગ કશ્યપની આરામનગરસ્થિત ઑફિસમાં અને બીજી બે મીટિંગ્સ કશ્યપના યારી રોડસ્થિત ઘરે થઈ હતી.
અભિનેત્રીએ બયાનમાં જણાવ્યું હતું કે ‘પહેલી મીટિંગ વખતે મારા મૅનેજર મારી સાથે હતા અને બીજી બે મુલાકાતોમાં હું એકલી હતી અને મારી કારનો ડ્રાઇવર બહાર રાહ જોતો ઊભો રહ્યો હતો. બીજી મીટિંગ બે કલાક ચાલી હતી. કશ્યપે તેમની ફિલ્મ કરીઅરની વાતો કહી હતી. સાંજે ડિનર કર્યા પછી બહાર નીકળી ત્યારે કશ્યપે વધુ વખત રોકાઈ જવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ ડ્રાઇવરને મોડું થશે એવું કહીને હું નીકળી ગઈ હતી. થોડા દિવસો પછી અનુરાગ કશ્યપે મને ફિલ્મમાં રોલની ઑફર કરતો મેસેજ મોકલ્યો હતો. કોઈ ન ઓળખે એ માટે સલવાર-કમીઝ પહેરીને ઘરે આવવાનું કહ્યું હતું. હું મારી હૉન્ડા સિટી કારમાં સાંજે સાડાસાત વાગ્યે અનુરાગના અંધેરી (વેસ્ટ)ના યારી રોડસ્થિત ઘરે પહોંચી હતી. અનુરાગ ઘરની અંદર સિગારેટ ફૂંકતા બેઠા હતા. તે બીજી રૂમમાં તેની ફિલ્મોનું કલેક્શન બતાવવા લઈ ગયા હતા. એ રૂમમાં સોફા, ટીવી અને ટેબલ હતાં. અનુરાગે તેની જૂની ફિલ્મોની કૅસેટ્સ બતાવતાં-બતાવતાં મને ધક્કો મારીને સોફા પર પાડી દીધી. ત્યાર પછી તેનો પાયજામો ખોલીને મારા પર પડ્યા હતા. મેં બૂમો પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અનુરાગે મારું મોઢું દબાવીને બળાત્કાર કર્યો હતો. મને મોકો મળતાંજ તેની પકડ છોડાવીને નાસી છૂટી હતી. ઘરે પહોંચ્યા પછી તરત કંઈ બોલી ન શકી. પરંતુ થોડા દિવસ પછી મારા ડ્રાઇવર અને મૅનેજરને એ ઘટનાની વાત કહી હતી. હું પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ઇચ્છતી હતી, પરંતુ એક-બે નજીકના મિત્રોએ કહ્યું કે એ વાત કોઈને કહીશ તો ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાનું મુશ્કેલ બનશે. તેથી મૌન સેવવાનું યોગ્ય માન્યું હતું. પરંતુ મને #MeToo ચળવળમાંથી અન્યાય સામે અવાજ બુલંદ કરવાની પ્રેરણા મળી હતી.’

samiullah khan mumbai mumbai news