મુંબઈ: શહેરની અગ્રણી ફોટોગ્રાફર સાથે 30 લાખ રૂપિયાની છેતરપિંડી

12 May, 2019 01:17 PM IST  |  મુંબઈ | અનુરાગ કાંબળે

મુંબઈ: શહેરની અગ્રણી ફોટોગ્રાફર સાથે 30 લાખ રૂપિયાની છેતરપિંડી

ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર મોનીશા અજગાંવકર

ટિળક નગર પોલીસે પ્રખ્યાત ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર મોનીશા અજગાંવકર સાથે છેતરપિંડી કરી તેના પૈસાની ઉચાપત કરવા બદલ ૩૧ વર્ષની નિધિ ગુપ્તાની ધરપકડ કરી છે. નિધિ શેટ્ટી ૨૦૧૨થી મોનીશાની કંપની ‘ફોટો ડાયરી’માં કામ કરતી હતી. કંપનીના હિસાબમાં ગોટાળો જણાતાં પોલીસે તેની ધરપકડ કરી ર્કોટ સમક્ષ રજૂ કરી હતી, ર્કોટે તેને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો છે.

લગ્ન સમારંભોમાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી માટે આગળ પડતું નામ ધરાવતી લક્ષ્મી અજગાંવકર એલજીબીટીક્યુ ઍક્ટિવિસ્ટ પણ છે એમ જણાવતાં લક્ષ્મીના વકીલ અભિનિત શર્માએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૨૦૧૦-૧૧માં એક કૉમન ફ્રેન્ડ મારફતે લક્ષ્મી અને નિધિની ઓળખાણ થઈ હતી. ૨૦૧૭માં લક્ષ્મીએ નિધિને તેની કંપનીમાં અકાઉન્ટન્ટ તરીકે નિમણૂક કરી હિસાબ, નાણાકીય લેવડ-દેવડ, ક્લાયન્ટ્સ અને કંપનીના ડેટા સંભાળવાની જવાબદારી સોંપી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું પણ પૈસા માટે પૂછતાં લક્ષ્મીને નિધિએ ઉડાઉ જવાબો આપતાં શંકા જન્મી હતી. લક્ષ્મીએ અન્ય એક કર્મચારીને ઑફિસની કામગીરીનો રેકૉર્ડ રાખવા જણાવ્ાતાં નિધિ ક્લાયન્ટના પેમેન્ટની તથા ઑફિસના ખર્ચની વિગતો ગૂપચાવતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ક્લાયન્ટ્સ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે નિધિ અનેક ક્લાયન્ટ પાસેથી રોકડમાં નાણાં મેળવી તેની એન્ટ્રી કરવાનું ટાળતી હતી.’

‘નિધિએ કાર ખરીદી હતી તથા ખૂબ જ એશોઆરામથી રહેતી હતી, જ્યારે કે મને હંમેશાં પૈસાની ખેંચ પડી રહી હતી. નિધિએ ૩૦ લાખ કરતાં વધુ નાણાંની ઉચાપત કર્યાનું ધ્યાન પર આવતાં મેં તેની પાસે હિસાબ માગ્યો પણ હિસાબ આપવાને બદલે નિધિએ ૨૦૧૮ ડિસેમ્બરમાં નોકરી છોડી દીધી હતી. મેં ટિળક નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ૭ મેએ નિધિની ધરપકડ કરવામાં આવી હતી’ એમ લક્ષ્મીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : સૅપ્ટિક ટૅન્કની સફાઈમાં ત્રણ કામદારોનાં મૃત્યુના કેસમાં ચાર જણની ધરપકડ

નિધિએ નોકરી છોડ્યા પછી તેના ભાઈ પ્રથમે મને ધમકી આપી ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવા કહ્યું હતું, એમ જણાવતાં લક્ષ્મીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પ્રથમે પણ મારી કંપનીમાં ફોટોગ્રાફર તરીકે કામ કર્યું હતું પણ તેનું કામ બરોબર નહોતું. છેતરપિંડીના કેસમાં તેની બહેનની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણીને પ્રથમે મને ધમકાવવાનું શરૂ કર્યું હતું.’ લક્ષ્મીએ પ્રથમની પણ ધરપકડ કરવાની પોલીસને વિનંતી કરી હતી.

mumbai crime news mumbai news